બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા. ન્યુક્લિયર રેક્ટર લગાવવામાં મદદ અને બંને દેશો વચ્ચે ટ્રેન ચલાવવાના સહિતના પાંચ મહત્વના સમજૂતિ કરાર બંને દેશો વચ્ચે થયા છે.  આ અવસરે વડાપ્રધાન મોદીએ ભારત તરફથી બાંગ્લાદેશને 109 એમ્બ્યુલન્સ, 12 લાખ વેક્સિનની ભેટ આપી. તો બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીને વોચ સહિત અનેક ગિફ્ટ આપી છે.


ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પાંચ મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની હાજરીમાં બંને દેશોની વચ્ચે સમજૂતી થઇ છે. દ્વીપક્ષીય વાતચીત બાદ બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના ઇન્ફાસ્ટ્રકચર ડેવલેમેન્ટમાં ભારતની વધુ ભાગીદારીની શરૂઆત થઇ છે. આ સાથે બંને દેશોની વચ્ચે હલ્દીબાડી ચિલઘાટી રેલ રૂટ પર નવી મિતાલી એક્સપ્રેસ  ચલાવવાનો જાહેરાત કરી હતી. આ ટ્રેન ઢાકા અને ન્યૂ જસપાઇગુડીની વચ્ચે ચાલશે.


બાગ્લેદેશમાં ભારતીય સેનાના શહીદોનું સ્મૃતિ સ્મારકનું બંને દેશના પીએમે ખાતમુહૂરત કર્યું હતું. ટ્રેન્ડ અને આઇટી ઇન્ફાસ્ટ્રક્ચરના વિસ્તારમાં ભારત બાંગ્લાદેશને કઇ રીતે મદદ કરશે તેની પણ સમજૂતી આ મુલાકાત દરમિયાન થઇ છે.


બંને દેશો વચ્ચે ભેટનું આદાન પ્રદાન


વડાપ્રધાન મોદીએ ભારતની તરફ બાંગ્લાદેશને 109 એમ્બુલ્યલન્સ, 12 લાખ વેક્સિનની ભેટ આપી છે. તો બાંગ્લાદેશ તરફથી હસીના શેખે વોલ વોચ સહિતની અનેક ભેટ સોંગાદ આપી છે. હસીના શેખે પીએમ મોદીને ચાંદીના સિક્કા પણ ભેટ કર્યાં છે.


બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી  ગોપાલગંજ જિલ્લાના તુંગીપરામાં રાષ્ટ્રબંધુના પિતાના સ્મારક પણ પહોંચ્યા હતા.તેમણે અહીં  બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની સમાધિને વંદન કરીને  શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા અને પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્વના સમજૂતિ કરાર કરવામાં આવ્યાં છે.  


 


 


.