Maruti Suzuki Discount Offer: એક તરફ મારુતિ સુઝુકી જાન્યુઆરીથી પોતાના વાહનોની કિંમતો વધારવા જઈ રહી છે. પરંતુ આ પહેલા ડિસેમ્બરમાં, મારુતિએ તેની જીમ્ની, ફ્રોન્ક્સ અને ગ્રાન્ડ વિટારા પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.  જેનો ગ્રાહકો લાભ લઈ શકે છે. કંપની દ્વારા આપવામાં આવી રહેલી આ ડિસ્કાઉન્ટ ઓફર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસના રૂપમાં આપવામાં આવી રહી છે.


મારુતિ સુઝુકી જીમ્ની પર ડિસ્કાઉન્ટ


મારુતિ સુઝુકીએ તાજેતરમાં સ્થાનિક બજારમાં તેની થન્ડર એડિશન લોન્ચ કરી છે. હવે આ મહિને, કંપની જીમ્નીના એન્ટ્રી લેવલ ઝેટા વેરિઅન્ટ પર 2.3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે, જ્યારે તેના આલ્ફા અને જેટ વેરિઅન્ટ પર 2 લાખ રૂપિયાની બચત કરી શકાય છે.


Maruti Suzuki Fronx પર ડિસ્કાઉન્ટ


આ મારુતિ કારને દેશમાં ગમે ત્યાંથી ખરીદીને કુલ 40,000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે. આ કાર બલેનો પર આધારિત છે, જેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને આ જ કારણ છે કે તેના લોન્ચિંગથી, આ SUV નેક્સા દ્વારા વેચાતી સૌથી વધુ વેચાતી કાર રહી છે.


મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા પર ડિસ્કાઉન્ટ


મારુતિ આ મહિને તેના ગ્રાન્ડ વિટારા પર રૂ. 35,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જે તેના હાઇબ્રિડ વેરિઅન્ટ્સ પર પણ લાગુ છે, જ્યારે કંપની નવા વર્ષમાં તેના વાહનોની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે.



કઈ કાર સાથે સ્પર્ધા કરશે


મારુતિ સુઝુકીના આ વાહનો સ્થાનિક બજારમાં હાજર Mahindra Thar, Tata Nexon, Hyundai Venue, Mahindra XUV300, Hyundai Creta જેવા વાહનો સાથે સ્પર્ધા કરે છે.  


હ્યુન્ડાઈ 1 જાન્યુઆરીથી ભાવમાં વધારો કરશે


કાર નિર્માતા તંપની હ્યુન્ડાઈ 1 જાન્યુઆરીથી ભારતમાં તેની કારની કિંમતોમાં વધારો કરશે. કોરિયન કાર નિર્માતાએ ગુરુવારે વધતા ઈનપુટ ખર્ચ અને કોમોડિટીના વધતા ભાવને ટાંકીને આની જાહેરાત કરી હતી. Hyundai ભારતમાં ગ્રાન્ડ i10 Nios થી Ioniq 5 SUV સુધીની કારની વિશાળ શ્રેણીનું વેચાણ કરે છે. જેની કિંમત 5 લાખથી 45 લાખ રૂપિયાની વચ્ચે છે. હાલમાં આ કારોની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે તેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી, વધેલી કિંમતો જાન્યુઆરી 2024થી લાગુ થશે.


                     


Car loan Information:

Calculate Car Loan EMI