શોધખોળ કરો

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે શહેરના રિયલ એસ્ટેટના વિકાસમાં રિડેવલપમેન્ટ મુખ્ય ભૂમિકા અદા કરે તેનો સમય આવી ગયો છે.

અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો છે.

જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જે વધુ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ને આભારી છે. વધારાની એફએસઆઈને કારણે જ રહેવાની જગ્યાનું વિસ્તરણ શક્ય બને છે, જેનાથી મકાનમાલિકોને લિફ્ટ, ક્લબહાઉસ, જિમ,ગાર્ડન અને પાર્કિંગ સહિતની ઘણી સુવિધાઓ સાથેના વધુ મોટા અને અપગ્રેડ કરેલા મકાન મળી રહે છે.

અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે શહેરના રિયલ એસ્ટેટના વિકાસમાં રિડેવલપમેન્ટ મુખ્ય ભૂમિકા અદા કરે તેનો સમય આવી ગયો છે.

રિડેવલપમેન્ટ જમીનનો વધુ સારો ઉપયોગ કરીને જૂની સોસાયટીઓને પુનર્જિવિત કરવાની તક પૂરી પાડવાની સાથે જ રહેવા માટેની આધુનિક અને ટકાઉ જગ્યાઓનું પણ સર્જન કરે છે. મકાનમાલિકોને તેમનાં વર્તમાન જૂના મકાનોની જગ્યાએ નવા અને વધુ જગ્યા સાથેના મકાનો, અપગ્રેડેડ લાઈફસ્ટાઈલ અને વધુ સારી સુવિધાઓનો લાભ મળે છે. શહેરી વિસ્તારોની જમીનનો મહત્તમ ઉપયોગ કરીને વર્ટિકલ એટલે કે ઉધ્વાકાર વિકાસમાં પણ રિડેવલપમેન્ટનું મોટું યોગદાન છે. શ્રી સોનીએ ઉમેર્યું હતું કે, “રિડેવલપમેન્ટ ભવિષ્ય છે અને આગામી વર્ષોમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટની વૃદ્ધિનું ચાલક બનશે.”

પાંચ વર્ષથી ઓછા સમયમાં સ્વરા ગ્રુપે અમદાવાદમાં રિડેવલપમેન્ટમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. કંપની છ પ્રોજેક્ટ પૂરા કરી ચૂકી છે, છ પ્રોજેક્ટ અમલીકરણના તબક્કામાં છે અને બીજા છ પ્રોજેક્ટ માટે આયોજન થઈ રહ્યું છે. જે બાબત સ્વરા ગ્રુપને અન્યોથી અલગ પાડે છે, તે એ છે કે ગ્રુપના તમામ પ્રોજેક્ટ પાલડી, વાસણા, પરિમલ, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા અને ઉસ્માનપુરા સહિતના પ્રાઈમ લોકેશન પર છે.

કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, “આ વિસ્તારોમાં હવે કોઈ ખાલી જમીન નથી વધી, પણ આ વિસ્તારો અમદાવાદના હાર્દ સમાન વિસ્તારો ગણાય છે તેમજ તેમનું નાણાકીય અને સામાજિક મૂલ્ય પણ ઉંચુ છે. રિડેવલપમેન્ટ એકમાત્ર સક્ષમ વિકલ્પ હોવાથી તે અમારું મુખ્ય ફોકસ છે.”

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

મુંબઈ જેવા શહેરોમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ લાંબા સમયથી અનુસરવામાં આવતી પ્રક્રિયા છે, ત્યારે અમદાવાદમાં આ ટ્રેન્ડ હજુ પ્રમાણમાં નવો છે. જૂની ઈમારતોને લેન્ડમાર્ક પ્રોજેક્ટમાં તબ્દીલ કરવાના સફળ પરિવર્તન છતાં શહેરની ખરી ક્ષમતા કરતાં આંકડા ઓછાં પડે છે.  

ખાસ કરીને મકાનમાલિકો અને રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વચ્ચે પરસ્પર વિશ્વાસના અભાવે સર્જાતી કાયદાકીય સમસ્યાઓ અમદાવાદમાં રિડેવલપમેન્ટની બહોળી સ્વીકૃતિના માર્ગમાં આવતો મોટો અવરોધ છે. કાર્તિક સોની એ વાત પર ભાર મૂકે છે કે રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વધુ સતર્કતા અને પારદર્શકતાથી ફક્ત આ અવરોધોને દૂર કરવામાં જ મદદ નહીં મળે પણ અમદાવાદની અભૂતપૂર્વ વૃદ્ધિને પણ તેનાથી આગળ ધપાવી શકાશે.

ગુજરાત સરકાર રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી આતુર છે અને આ માટે ડેડિકેટેડ રિડેવલપમેન્ટ પોલિસીની પણ જાહેરાત કરી છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા
ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
Embed widget