આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા એગ્રી સેસ નાંખવાની પણ જાહેરાત થઈ હતી. પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપાય એગ્રી ઈન્ફ્રા સેસ નાંખવાની જાહેરાત થઈ હતી. 2021-22માં એગ્રિકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.
સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આ છે.
આ થશે મોંઘું
મોબાઇલ ફોન, ચાર્જર, મોબાઇલ ફોનના પાર્ટ
-ગાડીના સ્પેરપાર્ટ્સ
-ઈલેક્ટ્રોનિક ઉપકરણ
-ઈમ્પોર્ટેડ કપડાં
-સોલર ઈન્વર્ટર, સોલર ઉપકરણ
-કોટન, કાબુલી ચણા
- મસુરની દાળ
-આલ્કોહોલિક બેવરેજિસ
- આયાતી સનફ્લાવર, સોયાબીન, પામ તેલ
શું થશે સસ્તું
-સ્ટીલથી બનેલો સામાન
-સોનું
-ચાંદી
-તાંબાનો સામાન
-ચામડાથી બનેલો સામાન