Union Budget Live: દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.  આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે અને થવાની પણ છે. નાણામંત્રીએ સામાન્ય બજેટમાં મહિલાઓ અને યુવાનો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.


અમે તમને સરળ ભાષામાં જણાવીશું કે નાણામંત્રીએ મહિલાઓ માટે શું મોટી જાહેરાતો કરી છે.



  • કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.

  • આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધા ઈ-વાઉચર આપવામાં આવશે. આ ઈ-વાઉચરની મદદથી વિદ્યાર્થીઓને વાર્ષિક વ્યાજમાં 3 ટકા સુધીની છૂટનો લાભ મળશે.

  • નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવશે.

  • આ ઉપરાંત સરકાર વર્કિંગ વુમન માટે હોસ્ટેલ પણ શરૂ કરશે અને હોસ્ટેલ અને ક્રેચ દ્વારા વર્કફોર્સમાં મહિલાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. અમારી સરકાર સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય સહયોગ નીતિ લાવશે.

  • મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.

  • નિર્મલા સીતારમણે કહ્યું કે આ વર્ષે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે 1.48 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

  • બજેટમાં રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.  


Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટની મોટી વાતો -


- આ બજેટ સૌના વિકાસ માટે છે.
- આ વિકસિત ભારતનો રૉડમેપ છે.
- ઊર્જા સુરક્ષા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવા પર સરકારનું ધ્યાન. 
- રોજગાર વધારવો એ સરકારની પ્રાથમિકતા છે.
- કુદરતી ખેતી વધારવા પર ભાર.
- 32 પાક માટે 109 સ્કીમ લૉન્ચ કરશે.
- કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રથમ પ્રાથમિકતા છે.
- ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે.
- ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે.
- આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ કરે છે.
- બજેટમાં રોજગાર અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.