નવી દિલ્હીઃ બજેટ સત્રની આજે શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને ગૃહના સભ્યોને સંબોધિત કરશે. આજે સરકર તરફતી બન્ને ગૃહમાં નાણાંકીય વર્ષ 2019-20 માટે ઇકોનોમિક સર્વે રિપોર્ટ રજ કરવામાં આવશે. આ રિપોર્ટથી દેશની નાણાંકીય હાલત વિશે ઠીક ઠીક જાણકારી મળે છે. આ રિપોર્ટને આર્થિક જાણકારોની મદદથી નાણાં મંત્રાલય તૈયાર કરે છે.


શું હોય છે ઇકોનોમિક સર્વે?

ઇકોનોમિક સર્વે રિપોર્ટને નાણાં મંત્રાલય તૈયાર કરે છે. આ રિપોર્ટમાં વિતેલા 12 મહિનામાં દેશની આર્થવ્યવસ્થા કેવી રહી, વિકાસની યોજનાઓનું કેટલું સફળતાપૂર્વક રીતે અમલીકરણ કરવામાં આવ્યું છે, સરકારની તમામ યોજનાઓની અસર કેટલી પ્રભાવી રહી, આ તમામ મુદ્દે વિસ્તારથી જાણકારી હોય છે.

ક્યાં સુધી ચાલશે બજેટ સત્ર?

બજેટ સત્રને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજા તબક્કામાં તે 2 માર્ચથી 3 એ્રિલ સુધી ચાલશે. આજે બપોરે બે કલાકે સંસદ લાઈબ્રેરીમાં ભાજપની એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠક મળશે અને એનડીએની બેઠક 3-30 કલાકની આસપાસ હશે.

શું હોય છે ઇકોનોમિક સર્વેની થીમ?

આ વર્ષે ઇકોનોમિક સર્વેની થીમ ‘વેલ્થ ક્રિએશન’ રાખવામાં આવી છે. સરકારે આ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 5 ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે. જે વિતેલા વર્ષે 11 વર્ષની નીચલી સપાટી પર છે. બીજા ક્વાર્ટરમાં તો વિકાસ દર ઘટીને 4.5 ટકા પર પહોંચી ગયો હતો.