Union Budget 2024: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10 ટકાથી વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલને 20 ટકા કરવામાં આવ્યો છે.
કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઈન 2.50 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. આ દરમિયાન બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલમાં કેપિટલ ગેઈન ટેક્સ કેટલો લાગે છે?
શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે. જો કોઈ સ્ટોક 1 વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેના પર થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને આધીન છે, જે તમારા ટેક્સ સ્લેબના આધારે વસૂલવામાં આવે છે. જો સ્ટોક 1 વર્ષ પછી વેચવામાં આવે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. આમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સના દાયરાની બહાર રહેશે, જ્યારે તેનાથી વધુ નફા પર 10 ટકાના દરે ટેક્સ લાગવો પડશે.
શું હોય છે કેપિટલ ગેઇન ટેક્સ
મૂડીમાંથી થયેલા નફા પર લાદવામાં આવતા ટેક્સને કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેવામાં આવે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બે પ્રકારના હોય છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર 15 ટકા અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાગે છે. 1 લાખ સુધીના વાર્ષિક મૂડી લાભ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે. 10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.
નવા ઈનકમ ટેક્સ રિઝીમમાં ટેક્સ
જો આપણે નવી આવકવેરા વ્યવસ્થા પર નજર કરીએ તો, નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સરકાર આવકવેરા અધિનિયમ 87A હેઠળ 25,000 રૂપિયાની ટેક્સ છૂટ આપે છે. નવી આવકવેરા પ્રણાલી હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 3-6 લાખ રૂપિયાની આવક પર 5%, રૂપિયા 6-9 લાખના સ્લેબ પર 10%, રૂપિયા 9-12 લાખના સ્લેબ પર 15%, રૂપિયા 12-15 લાખના સ્લેબ પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.