ખુલાસોઃ આ યોજના અંતર્ગત 21,000 લોકોએ 4900 કરોડના કાળાનાણાં જાહેર કર્યા
મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આ યોજના પૂરી થયા બાદ કહ્યું હતું કે યોજનાને જોઈએ તેવો સારો પ્રતિસાદ મળ્યો નથી. નાણામંત્રી અરુણ જેટલીએ નબળા પ્રતિસાદનો બચાવ કરતા કહ્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં કાળું નાણું જાહેર કરવા માટે માત્ર આ એક જ યોજના ન હતી. આ અગાઉ આઈડીએસ (ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ) હતી, ત્યારબાદ લોકોએ નોટબંધીને કારણે રોકડ બેન્કિંગ સિસ્ટમમાં ઠાલવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પોતાનું કાળુનાણાંનો ખુલાસો કરી ટેક્સ અને પેનલ્ડી ભરીને લોકો પોતાના રૂપિયા બચાવી શકતા હતા. આ યોજના અંતર્ગત 21000 લોકોએ 4900 કરોડ રૂપિયના કાળાનાણું જાહેર કર્યું છે.
આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ ગુરુવારે આ આંકડા જાહેર કરતા કહ્યું હતું કે સરકારે અત્યાર સુધી આ ડિક્લેરેશનને આધારે ૨૪૫૧ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. આ યોજના અંતર્ગત કાળું નાણું જાહેર કરનારા કરદાતાએ ૫૦ ટકા રકમ ટેક્સ તરીકે ચૂકવવાની હોય છે. આ યોજના ૩૧ માર્ચે બંધ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -