માત્ર 1000 રૂપિયાથી શરૂ થઈ હતી રિલાયન્સ, આજે 6 લાખ કરોડની કંપની છે
વર્ષ 2002માં આરપીએલનું આરઆઈએલમાં મર્જર થયું. આ પછી આરઆઈએલ દેશની પ્રથમ પ્રાઈવેટ સેક્ટર કંપની બની ગઈ. વર્ષ 2009માં રિલાયન્સે મહાનદી બેસિનમાં નેચુરલ ગેસ રિઝર્વની શોધ કરી. આ વર્ષે જ કંરનીએ પોતાની ઈક્વિટી વેચીને બજારમાંથી 3,188 કરોડ રૂપિયા મેળવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2014માં રિલાયન્સ જિયોએ 800 અને 1800 એમએચજેડ બેન્ડ સ્પેક્ટ્રમનું અધિગ્રહણ કર્યું. રિલાયન્સે વર્ષ 2016માં હરિયાણાં 1300 કરોડ રૂપિયાના રોકાણની વાત કરી. આ જ વર્ષ કંપનીએ 8,100 કિલોમીટર લાંબી કેબલ સિસ્ટમ બનાવી.
વર્ષ 1991માં રિલાયન્સ પહેલીવાર રિફાઈનરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આ પછી જ કંપનીએ પોલીમરના વેપારમાં પ્રવેશ કર્યો. તેનાથી પણ કંપનીને ફાયદો થયો. વર્ષ 1994માં રિલાયન્સે પહેલીવાર યુએસ 300 મીલિયન ડોલરનો જીડીઆર ઈશ્યૂ કરવાના કારણે ધીરુભાઈને પહેલીવાર બિઝનેસમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા.
નવી દિલ્હીઃ ધીરૂભાઈ અંબાણઈએ આ કંપીની 1977માં સ્થાપના કરી હતી. કંપનીની સ્થાપના થયા બાદથી લઈને આજ સુધી આ કંપની દરેક ક્ષેત્રમાં કારોબાર વધારતી રહી છે. ધીરૂભાઈ અંબાણીએ આ કંપનીને માત્ર એક હજાર રૂપિયાથી શરૂ કરી હતી. વિતેલા 40 વર્ષના સફરમાં આ કંપની આજે કુલ 6 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. કંપનીના વધતા વ્યાપની અસર છે કે આજે આ કંપની દેશની ટોચની કંપનીમાંથી એક છે. આવો જાણીએ આ કંપનીએ સાથે જોડાયેલ મહત્ત્વની વાતો....
વર્ષ 1998માં વાર્થન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેનિસેલવાનિયાએ ધીરુભાઈને આઉટ સ્ટેન્ડિંગ લીડરશીપ માટે સમ્માનિત કર્યા. આટલા મોટો સ્તર પહેલીવાર સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં રિલાયન્સને ફિક્કી દ્વારા 20મી સદીના ઈન્ડિયન આન્ત્રપ્રિન્યોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું.
વર્ષ 1977માં સ્પાપના સાથે રિલાયન્સ કંપનીએ પહેલીવાર પોતાનો આઈપીઓ જાહેર કર્યો. ધીરુભાઈ અંબાણીએ ભારતમાં ઈક્વિટી ક્લટ શરૂ કર્યો. વર્ષ 1982માં રિલાયન્સે પહેલીવાર પોલિસ્ટરનું મેન્યુફેક્ચરિંગ શરુ કર્યું. જે બાદમાં ખૂબ જ લોકપ્રિય બની. આ પછી કંપનીમાં મોટી સંખ્યમાં કર્મચારીઓ જોડાયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -