Jioમાં તમારો કાયમી નંબર પોર્ટ કરાવતા પહેલા જાણો આ નફા-નુકસાન
એક્સ્ટ્રા ડેટાઃ જો તમે માર્ચ મહિનામાં નંબર પોર્ટ કરાવો છો તો તમને એપ્રિલ મહિના માટે 5GBનો એક્સ્ટ્રા ડેટા પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રી એપ્સઃ જિઓનું સિમ લેવાથી કે નંબર પોર્ટ કરાવવાથી તમને જિઓની 10 હજાર રૂપિયા મહિનાના ચાર્જવાળી એપ્સ પણ ફ્રી મળશે. જોકે તેના માટે પ્રાઈમ મેમ્બરશિપ લેવી પડશે.
ફ્રી કૉલિંગ અને સસ્તો 4G ડેટાઃ પોતાનો નંબર જિઓમાં પોર્ટ કરાવવાથી તમને તે બધા જ ફાયદા મળશે જે સિમ લેવા દરમિયાન મળી રહ્યાં છે. એટલે કે જિઓ મેમ્બરશિપ લીધા પછી તમને અન્ય બેનિફિટ્સ પણ મળશે, જેમાં અનલિમિટેડ કૉલિંગની સાથે સાથે 4G ડેટાના ઘણાબધા પ્લાન છે.
કવરેજઃ હજુ ભારતમાં ઘણીબધી જગ્યા એવી છે જ્યાં 3G નેટવર્ક કામ નથી કરતું, તેથી ઘણીબધી જગ્યાએ 4G નેટવર્ક મળવુ ખુબ મુશ્કેલ બની શકે છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો જિઓમાં પોર્ટ કરાવવાથી શું ફાયદો થશે.
4G સ્પીડઃ જિઓની 4G સ્પીડ પ્રમાણમાં જોઈએ તેટલી સારી નથી. તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં એરટેલની 4G સ્પીડને સારી બતાવવામાં આવી હતી. એટલે તમે માત્ર 4G ડેટા માટે જ નંબર પોર્ટ કરાવી રહ્યાં છો તો મને સ્પીડના મામલે નુકસાન થઈ શકે છે.
4G ફોનઃ જિઓમાં પોર્ટ કરાવવા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારી પાસે 4જી ફોન હોવો જરૂરી છે. કારણ કે અત્યાર સુધી મોટેભાગે 3જી ચાલતા ફોનનો ઉપયોગ જ કરવામાં આવતો હતો પરંતુ જિઓ માટે 4જી ફોનની જરૂર પડશે. આવામાં તમારુ બજેટ બગડી શકે છે, એટલા માટે તમારા બજેટનો અંદાજ લગાવીને નંબર પોર્ટ કરાવો.
ફ્રી રૉમિંગઃ જિઓ યૂઝર્સ માટે ઇનકમિંગ અને આઉટગૉઇંગ રૉમિંગ એકદમ ફ્રી છે. જોકે આ બધા બેનિફિટ્સ જિઓનું નવુ સિમ લેવાથી પણ મળશે.
જિઓને લૉન્ચ થયે 7 મહિનાનો સમય વિતી ચૂક્યો છે, પણ તેના નેટવર્કને લઇને પ્રૉબ્લમ્સ હજુ પણ આવી રહ્યાં છે. કૉલ ડ્રૉપ અને કૉલ ના લાગવાના કૉમન પ્રૉબ્લમ્સ હજુ પણ ચાલુ જ છે. એટલે જો તમે તમારો નંબર જિઓમાં પોર્ટ કરાવશો તો તમારે કોલિંગને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Jio દ્વારા પ્રી ઓફર આપ્યા બાદ હવે પ્રાઈમ મેમ્બરશિપને લઈને પણ લોકોમાં આકર્ષણ વધી રહ્યું છે. કારણ કે માત્ર 99 રૂપિયામાં આખા વર્ષ માટે પ્રાઈમ મેમ્બરશિપ મળી રહી છે. જેમાં 1 વર્ષ સુધી અનેક લાભ મળશે. જેના કારણે હવે અન્ય ઓપરેટરના સિમનો ઉપયોગ કરનારા લોકો પણ પોતાનો નંબર જિઓમાં પોર્ટ કરાવી રહ્યા છે. જો તમે પણ તમારો નંબર જિઓમાં પોર્ટ કરાવવાનું વિચાર્યું છે તો પહેલા તેના નફા-નુકસાન વિશે જાણી લેવું જોઈએ. આગળ વાંચો જિઓમાં પોર્ટ કરાવવા થતા ફાયદા-નુકસાન વિશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -