બ્રિટિશ અખબારનો દાવો: જિયોના કારણે ભારતમાં વોડાફોનનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં
જોકે ડેટા યૂસેજ પ્રમાણે જોવા જઈએ તો તેમાં 9.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વીસીસને 31 ડિસેમ્બર 2016 સુધી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોડાફોન, ભારતી એરટેલ ગ્રુપ બાદ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ રજૂ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપની પાસે 20 કરોડ ગ્રાહક હતા. કંપનીની પાસે ગ્રાહકોની સંખ્યા તો વધી છે પરંતુ તેની વોયસ મિનિટ્સમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં એકીકરણનો સમય શરૂ થવાનો છે. ટેલીનો જેવી નાની કંપનીઓનું અધિગ્રહણ રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ જેવી ટેલીકોં કંપનીઓ દ્વારા કરવામાં આવી શકે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ટેલીકોમના ક્ષેત્રમાં વધુમાં વધુ ચાર કંપનીઓ માટે જ સ્થાન રહેશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના સસ્તા ટેરિફ અને ભારે રોકાણને કારણે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર અસર પડવાની શરૂ થઈ ગઈ છે. બ્રિટિશ અખબાર ધ ટેલીગ્રાફમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વોડાફોનની ભારતીય કંપનીનું મર્જર કોઈ અન્ય ટેલિકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ પણ શક્યતા દર્શાવવામાં આવી છે કે, વોડાફોનનું ટાઈ-અપ જિયો અથવા આઈડિયાની સાથે થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -