SBI બાદ હવે સરકારની PNBમાં મર્જરની યોજના, 2-3 બેંક થઈ શકે છે સામેલ
એસબીઆઇના મર્જર પહેલા દેશમાં ર૭ જાહેર ક્ષેત્રની બેંક હતી જે હવે ઘટીને ર૧ રહી ગઇ છે. સરકાર વધુને વધુ બેંકોનું વિલીનીકરણ કરી દેશમાં મોટી બેંક ઇચ્છે છે કે જે ગ્લોબલ લેવલ પર હરીફાઇમાં ઉતરી શકે. એસબીઆઇ મર્જર બાદ દુનિયાની ટોચની પ૦ બેંકોમાં આવી ગઈ છે. મર્જરનો ફાયદો એ થાય છે કે નાની બેંકના ગ્રાહક પણ સારી સેવા અને પ્રોડકટ લઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણા મંત્રાલયનો પ્રયાસ છે કે ઉત્તર ભારતના રાજયોમાં પહોંચ રાખનાર બેંકોને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરી દેવામાં આવે જે હેઠળ ઓબીસીને પણ પંજાબ નેશનલ બેંકમાં સામેલ કરી દેવાની સંભાવના જોવામાં આવી રહી છે. પંજાબ નેશનલ બેંકની હાલ ૭૦૦૦થી વધુ શાખાઓ છે. જો પંજાબ એન્ડ સિંધ બેંક અને ઓબીસીનુ મર્જર થાય તો મર્જર બાદ પંજાબ નેશનલની ૧૦,૦૦૦થી વધુ બ્રાન્ચ થઇ જશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય ટૂંક સમયમાં નવી બેંકોના મર્જરનું માળખુ રજૂ કરી શકે છે. જેમાં સૌથી વધુ ધ્યાન પંજાબ નેશનલ બેંક ઉપર છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ પંજાબ એન્ડ સિંધ બેંક સહિત બીજી કેટલીક બેંકોના મર્જરની શકયતા તપાસવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ મોદી સરકાર એસબીઆઈમાં 6 બેંકોના મર્જર કર્યા બાદ હવે અન્ય મુખ્ય બેંકોની મર્જરની તૈયારી કરી રહી છે. તે અંતર્ગત બીજો નંબર પંજાબ નેશનલ બેંકનો હોઈ શકે છે, જેમાં 2થી 3 બેંકનું મર્જર થઈ શકે છે. તેના માટે નાણાં મંત્રાલય અને આરબીઆઈની વચ્ચે હાઈ લેવલ મીટિંગ થઈ ગઈ છે. સરકારની યોજના વધુમાં વધુ બેંકોને મર્જ કરીને દેશમાં 4-5 મોટી પબ્લિક સેક્ટર બેંક ઉભી કરવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -