Google સીઈઓ સુંદર પિચાઈને વિતેલા વર્ષે મળ્યો 1300 કરોડ રૂપિયાનો પગાર
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન અનુસાર, ગૂગલની કોમ્પનસેશન કમિટીએ આટલો તગડો પગાર સીઈઓના પદ પર તેમના પ્રમોશન અને અનેક નવી સફળ પ્રોડક્ટ લોન્ચિંગ માટે આપ્યો છે. ગૂગલના સ્થાપક અને પૂર્વ સીઈઓ લેરી પેજ નવી કંનપી આલ્ફાબેટના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પિચાઈના નેતૃત્વમાં ગૂગલની પોતાની મુખ્ય જાહેરાહોત અને યૂટ્યૂબ બિઝનેસથી વેચાણ વધ્યું છે. આ દરમિયાન કંપનીએ મશીન લર્નિંગ, હાર્ડવેર અને ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં પણ રોકાણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા સમય સુધી એક કર્મચારી તરીકે કામ કરનાર સુંદર પિચાઈને ગૂગલે ઓગસ્ટ 2015માં સીઈઓ બનાવ્યા હતા. 2016માં તેમને 198.7 મિલિયન ડોલર (અંદાજે 12.77 અબજ રૂપિયા)ના મૂલ્યાના કંપની શેર મળ્યા જે 2015ની સામે બે ગણા છે. 2015માં કંપનીએ તેમને 99.8 મિલિયન ડોલર (અંદાજે 6.41 અબજ રૂપિયા)ના શેર આપ્યા હતા.
હ્યૂસ્ટનઃ ભારતમાં જન્મેલ અને હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને વિેતેલા વર્ષે પગાર અને અન્ય ભથ્થામાં કંપની તરફથી 200 મિલિયન ડોલર (અંદાજે 12.85 અબજ રૂપિયા) મળ્યા. 44 વર્ષીય પિચાઈને વર્ષ 2016માં મળેલ આ રકમ વિતેલા વર્ષ 2015ની સરખામણીએ બે ગણી છે. 2016માં 6.5 સુંદરને 6.5 લાખ ડોલર (અંદાજે 4.17 કરોડ રૂપિયા) પગાર તરીતે મળ્યા અને જે વર્ષ 2015માં મળેલ પગાર કરતાં થોડો ઓછો છે. 2015માં પિચાઈને ગૂગલ તરફતી 6.52 લાખ ડોલર (અંદાજે 4.19 કરોડ રૂપિયા) પગાર મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -