SBI બાદ આ બેંકે વધાર્યા ચાર્જ, જાણો શું છે નવા દર
બેંકે ચેક રિટર્નને લઈને પણ ચાર્જમાં ફેરફાર કર્યો છે. એક કરોડ રૂપિયાથી વધારેના પેમેન્ટનો ચેક રિટર્ન થવા પર 2000 રૂપિયા અને ચેક બાઉન્સ થવા પર 2500 રૂપિયા ચાર્જ લાગશે. સાથે જ પીએનબીએ મહાનગરોમાં જુદા જુદા પ્રકારના લોકરની સુવિધાના ચાર્જમાં પણ વધારો કર્યો છે. બેંકે મોટ્રો બ્રાન્ચમાં સ્મોલ, મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝના લોકર્સના ચાર્જીસ, ક્રમશઃ 1500 રૂપિયા, 3500 રૂપિયા, 5500 રૂપિયા અને 10,000 રૂપિયા કર્યા છે. પહેલા આ ચાર્જીસ ક્રમશઃ 1200 રૂપિયા, 2800 રૂપિયા, 4500 રૂપિયા અને 8000 રૂપિયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈ અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે જમા કરાવવા પર તમારે પ્રતિ હજારે 1 રૂપિયા ચાર્જ આપવો પડશે. જોકે પ્રતિ ટ્રાન્ઝેક્શન તમારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે શાખા શહેરની બહાર હોય તો તમારે પ્રતિ હજાર 2 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને મિનિમમ 25 રૂપિયા આપવાના રહેશે.
અત્યાર સુધી તમે પંજાબ નેશનલ બેંકની કોઈ અન્ય શાખામાં રૂપિયા જમા કરાવો છો તો તમારે 25 રૂપિયાથી વધારે જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડતો હતો. જોકે, તમે હોમ બ્રાન્ચમાં રૂપિયા જમા કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ હવે પંજાબ નેશનલ બેંકે પણ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. જો તમે પંજાબ નેશનલ બેંકની અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે રકમ જમા કરાવશો તો તમારે વધારે ચાર્જ આપવો પડશે. આ નવો નિયમ 1 સપ્ટેમ્બર 2017થી લાગુ થઈ જશે. એટલું જ નહીં, જો એક જ શહેરમાં અન્ય બ્રાન્ચમાં જમા કરાવશો તો પણ ચાર્જ ચૂકવવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -