Jioને ટક્કર આપવા Airtelએ લૉંચ કર્યો 4G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત
આ સ્માર્ટફોનની શરતો વિશે વાત કરીએ તો, જો તમારે આ ફોન લેવા હોય તો સૌથી પહેલા 2,899 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને બે વર્ષ સુધી દરેક મહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. 18 મહીના સુધી તમે તેનો ઉપયોગ કરી લેશો તો એરટેલ તમને પહેલા 500 રૂપિયા પાછા આપશે. તેના પછી 36મા મહીના ઉપયોગ કરી લેશો તો 1000 રૂપિયા પાછા કંપની તમે આપશે. એટલે કે 1500 રૂપિયા પાછા આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે આ ફોનની સાથે દરેક મહીને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવા માંગતો નથી તો તમે કોઈ પણ એમાઉન્ટનું રિચાર્જ કરી શકો છો અને તેની વેલિડિટી રિચાર્જના હિસાબે મળશે. જો કે કેશ રિફંડમાં યોગ્ય થવા માટે 18 મહીનાની અંદર તમારે ઓછામાં ઓછું 300 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. બીજા રિફંડ એટલે કે 1000 રૂપિયા મેળવવા માટે તમારે બીજા 18 મહીના સુધી ફરીથી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ત્યારે તમને 1500 રૂપિયા પાછા મળી શકશે.
આ સ્માર્ટફોનમાં ડુયઅલ સિમ ઓપ્શન આપવામાં આવ્યું છે અને તેમાં ગૂગલ પ્લે સ્ટોર પણ છે. એટલે કે આ સ્માર્ટફોનમાં ફેસબુક, વોટ્સએપ અને ગૂગલ જેવી એપ આરામથી ચાલી શકશે. આ સ્માર્ટફોનની સાથે કસ્ટમર્સને દરેક મહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં કૉલિંગઅને ડેટા બેનિફિટ્સ પણ મળશે.
169ના રિચાર્જ પર તમારે આ સ્માર્ટફોનમાં અનલિમિટેડ કોલિંગની સાથે પ્રતિદિન 0.5જીબી ડેટા મળશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે.
નવી દિલ્લી: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે JioPhoneને ટક્કર આપવા માટે એક સસ્તા 4G સ્માર્ટફોન લૉંચ કર્યો છે. કંપનીએ તેના માટે ભારતીય સ્માર્ટફોન મેકર લાવા કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. કંપનીના મતે, તેની સાથે ઘણી બંડલ ઓફર્સ પણ આપવામા આવશે.
એરટેલે કાર્બનની સાથે મળીને Karbonn A40 Indian નામનો એક ફોન લૉંચ કર્યો છે જેની બેસ્ટ પ્રાઈઝ માત્ર 1,399 રૂપિયા છે. કંપનીના મતે, તેની માર્કેટ પ્રાઈસ 3,499 રૂપિયા છે. એરટેલના મતે આ ગૂગલ સર્ટિફાઈડ ફોન છે અને આ ફૂલ ટચ સ્ક્રીનવાળો સ્માર્ટફોન છે. પરંતુ તેની સાથે અમુક શરતો છે. જે અમે તમને બતાવીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -