જાન્યુઆરીમાં ડાઉનલોડ સ્પીડના મામલે પ્રથમ સ્થાને રહી એરટેલ, જિયોની સ્પીડ થઈ ગઈ અડધી
અન્ય નેટવર્કમાં વોડાફોન પર સ્પીડ ડિસેમ્બરના 6.7 એમબીપીએસથી વધીને 6.8 એમબીપીએસ નોંધાઈ છે. આઈડિયાના નેટવર્ક પર આ સ્પીડ 5 એમબીપીએસથી વધીને 6.62 એમબીપીએસ નોંધાઈ છે. સાર્વજનિક ક્ષેત્રની બીએસએનલના નેટવર્કપર ડિસેમ્બરમાં સ્પીડ 3.42 એમબીપીેસથી ઘટીને જાન્યુઆરીમાં 3.16 એમબીપીએસ પર આવી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના સૌથી મોટા બ્રોડબેન્ડ સેવા નેટવર્ક રિલાયન્સ જિયો પર આ અડધી થઈને 8.34 એમબીપીએસ પર આવી ગઈ. આ નેટવર્ક પર ડિસેમ્બરમાં 18.14 એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી. સપ્ટેમ્બર બાદ આ ત્રીજી વખત છે જ્યારે એરટેલ નેટવર્ક પર સૌથી વધારે ડાઉનલોડ સ્પીડ નોંધાઈ હોય.
ટ્રાઈ દ્વારા પ્રકાશિત માસિક સરેરાશ મોબાઈલ ડેટા સ્પીડના આંકડામાં એરટેલ પ્રથમ ક્રમ પર રહી. જાન્યુઆરીમાં એરટેલના નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ બે ગણી એટલે 4.82 એમબીપીએસ થઈ ગઈ જે પહેલા 4.68 એમબીપીએસ હતી.
નવી દિલ્હીઃ ભારતી એરટેલના મોબાઈલ નેટવર્ક પર જાન્યુઆરીમાં સરેરાશ 8.42 મેગાબિટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ)ની સૌથી ઉંચી ડાઉનલોડ સ્પીડ નોંધાઈ છે. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના આંકડામાં આ જાણકારી મળી છે. ટ્રાઈ અનુસાર હાઈ સ્પીડ ડાઉનલોડના મામલે રિલાયન્સ જિયો બીજા અને વોડાફોન ત્રીજા ક્રમ પર રહી છે. જોકે, ડિસેમ્બરની તુલનામાં જાન્યુઆરીમાં જિયોની સ્પીડ અડધી રહી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -