349ના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપશે એરટેલ, જાણો શું છે સ્કીમ
ત્યાં જ 149 રૂપિયાવાળી યોજના હેઠળ હવે પ્રત્યેક બિલિંગ સાયકલમાં 2 GBની જગ્યાએ 4 GB ડેટા મળશે. સાથે જ મફત વૉઈસ કૉલિંગ અને જિયો એપ્સનું એક્સેસ મળશે. વધારે ડેટા યુઝ કરનારાઓ માટે જિયોએ 509 રૂપિયાવાળો પ્લાન લૉન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને 2 GB ડેટા દરરોજ 49 દિવસ માટે મળશે. સાથે અન્ય સેવાઓનો પણ અસીમિત લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયંસ જિયોએ નવો ધન ધના ધન ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં કંપની પોતાના ગ્રાહકોને 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહી હતી. જો કે તે ઑફરની મુદ્દત(12-18 ઓક્ટોબર) સુધીની ટૂંકા સમય માટે રાખવામાં આવી હતી. આ બાદ 18 ઓક્ટોબરના રોજ કંપનીએ નવા 459 રૂપિયાની યોજના હેઠળ જિયો પ્રાઈમ સદસ્યોને 3 મહિના માટે દરરોજ 1 GB હાઈસ્પીડ ડેટા સાથે અનલિમિટેડ વૉઈસ કૉલ અને જિયો એપ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
349 રૂપિયાવાળો રિચાર્જ કરાવ્યાના એક મહિના બાદ યુઝર્સને તેમના ખાતામાં માય એરટેલ એપ દ્વારા એરટેલ પેમેન્ટ બેંક દ્વારા પૈસા ચૂકવવા પડશે. સાત મહિના સુધી દર મહિને ગ્રાહકના ખાતામાં 50 રૂપિયા જમા થશે. જણાવી દઈએ કે 349 રૂપિયાના રિચાર્જ પર એરટેલની તરફથી યુઝર્સને 28 GB ડેટા (1 GB પ્રતિદિવસ) અને તમામ નેટવર્ક પર મફત અસીમિત કૉલની સુવિધા મળશે.
નવી દિલ્હીઃ મોબાઈલ કંપની એરટેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે 100 ટકા કેશબેકની ઓફર લોન્ચ કરી છે. 349 રૂપિયાના પ્લાન પર એરટેલે આ ઓફર આપી છે જેની વેલિડીટી વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે કસ્ટમર સપોર્ટ કેન્દ્ર પર વાત કરતાં કહેવામાં આવ્યું માય એરટેલ એપમાં કેશબેક ઓફર શો કરનાર ગ્રાહક જ આ ઓફરનો લાભ લઈ શકશે. એપ સિવાયના ગ્રાહકોને તેનો લાભ નહીં મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -