ઈશા અંબાણીએ ‘ભાભી’ શ્લોકાનું કઈ રીતે કર્યું ભવ્ય સ્વાગત, VIP મહેમાનોની હાજરીમાં ઈશાએ શું કહ્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારના દિસવે શ્લોકા મહેતા અને અંબાણી પરિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં આશીર્વાદ લીધા હતા. મીડિયામાં એવી પણ અટકળો ચાલી રહી છે કે આકાશ-શ્લોકાના લગ્ન આ વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં થવાના છે.
જોકે સગાઈ બાદ રવિવારે મુંબઈમાં બિઝનેસ અને ફિલ્મ સાથે સંકળાયેલા ખાસ મહેમાનો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શાહરુખ, એશ્વર્યા સહિતના બોલિવૂડ સેલેબ્સ પણ ઉમટ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અને નિતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને હિરા વેપારી રસેલ મહેતાની દીકરીએ શનિવારે ગોવામાં પ્રી-એન્ગેઝમેન્ટ સેરેમની કરી. આ ફંક્શનમાં નજીકના સંબંધીઓ જ હાજર રહી શક્યા હતા.
શ્લોકાને બહેન કહેતા ઈશા બોલી, આમ બીજી રીતે કહીએ તો અમે બહેનો છીએ, જેમનો જન્મ અલગ-અલગ માતા દ્વારા થયો છે. અને હું ખૂબ ખુશ છું કે આખરે તેને બહેન કહેવાની તક મને મળી. અને પહેલા ક્યારેય ન અનુભવ્યું હોય તેમ અમારો પરિવાર હવે પૂરો થયો છે. આથી પરિવારમાં સ્વાગત છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે, પરિવારમાં તમારું સ્વાગત છે. મને યાદ છે ત્યારથી જ શ્લોકા અમારા પરિવારનો હિસ્સો છે. દિયા (શ્લોકાની બહેન) અને હું સ્કૂલમાં સાથે હતા અને દિયા મારી પહેલી બેસ્ટ ફ્રેન્ડ છે. આમ શ્લોકા પણ ત્યારથી જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મને ખબર નથી મને એવી એકપણ પળ યાદ નથી જ્યારે હું શ્લોકાને ન ઓળખતી હોય.
ઈશાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા હૃદયમાં આજના દિવસે જે પ્રેમ અને સ્નેહની લાગણી છે તે આનાથી વધારે ન હોઈ શકે. અને અમે આકાશને અમારો ભાઈ અને શ્લોકાને અમારી ભાભી કહેતા ખુબ ખુશ છીએ. ઇશા અંબાણીએ આ પ્રસંગે તેના પરિવાર અને અન્ય મહેમાનો સમક્ષ આ વાત કહી હતી.
આકાશ અંબાણીની બહેન ઈશા અંબાણી પોતાની ભાવી ભાભી શ્લોકા મહેતાનું ખાસ અંદાજમાં સ્વાગત કર્યું હતું. શ્લોકા માટે પોતાની વેલકમ સ્પીચ આપીને ઈશા અંબાણીએ પાર્ટીની લાઈમલાઈટ છીનવી લીધી હતી. પોતાની વેલકમ સ્પીચમાં તેણે કહ્યું હતું કે, આજની થીમ હાર્ટની છે. શ્લોકા ‘હાર્ટ’ છે, આકાશ ‘હાર્ટ’ છે, આજનો દિવસ હાર્ટના ગ્રીટીંગ, મીટિંગ અને સેલિબ્રેશનનો છે.
મુંબઈ: હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના દીકરા આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતા માટે મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં શાહરૂખ, ઐશ્વર્યા, કરણ જોહર, કેટરિના, ઝહીર-સાગરિકા અને હરભજન સિંહ સહિત બોલિવૂડ અને ક્રિકેટના સેલેબ્સ પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -