SBIના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે FDના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો નવા દર
સૌથી વધુ લાભ સિનિયર સિટિઝન્સને મળ્યો છે. બે-ત્રણ વર્ષની મુદતની સિનિયર સિટિઝન ડિપોઝિટનો દર અગાઉના 7 ટકાથી વધારી 7.10 ટકા કરાયો છે. ત્રણ-પાંચ વર્ષની થાપણમાં રોકાણ કરનારને 7 ટકાને બદલે 7.2 ટકા મળશે. પાંચ-દસ વર્ષની ડિપોઝિટ પરનો વ્યાજદર અગાઉના 7 ટકાથી વધારી 7.25 ટકા કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે જુદા જુદા સમયગાળા માટેની એફડી પરના વ્યાજ દરમાં 10થી 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર બેથી ત્રણ વર્ષના ગાળા માટેની એક કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પરના વ્યાજ દર 6.5 ટકાથી વધારીને 6.6 ટકા કરવામાં આવ્યા છે.
SBI દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં થાપણદરમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ SBIએ રિટેલ અને હોલસેલ ડિપોઝિટના રેટમાં 0.10થી 0.5 ટકા વધારો કર્યો હતો. થોડા દિવસ પછી પહેલી માર્ચે બેન્કે માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.10-0.25 ટકા વધારો કર્યો હતો. એક વર્ષના MCLR 7.95 ટકાથી વધારી 8.15 ટકા કરવામાં આવ્યા હતા.
SBIની નવી ટર્મ ડિપોઝિટનો દર 6.6-6.75 ટકાની રેન્જમાં છે. ત્રણથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝિટમાં ગ્રાહકોને હવે અગાઉના 6.5 ટકા સામે 6.7 ટકા મળશે. પાંચથી દસ વર્ષની મુદતની ડિપોઝિટનો રેટ અગાઉના 6.7 ટકાથી વધારી 6.75 ટકા કરવામાં આવ્યો છે. જોકે, સાત દિવસથી બે વર્ષની મુદતની થાપણના દરમાં ફેરફાર કરાયો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -