અમદાવાદથી મુંબઈ માત્ર એક કલાકમાં પહોંચાડે ને વિમાન કરતાં ઓછું ભાડું, શું છે આ સિસ્ટમ? જાણીને ચોંકી જશો
એક સર્વે અનુસાર, ભારતમાં આ પ્રોજેક્ટને 38 મહિનામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. વીજળી ઉપરાંત તેમાં સૌર અને પવન ઉર્જાનો પણ ઉપયોગ થઈ શકે છે. અમેરિકાની સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે આ ટ્રેનમાં પ્રવાસનો ખર્ચ હવાઈ ખર્ચની તુલનામાં અડધો હશે. એક અનુમાન પ્રમાણે કંપની 500 કિલોમીટર માટે 30 ડોલર એટલે કે 2000 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જ્યારે એક હાઈપરલૂપ ટ્રેનમાં એક દિવસમાં 1.44 લાખ લોકો પ્રવાસ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુલેટ ટ્રેન કરતાં પણ બે ગણી ઝડપે ચાલનારી આ ટેકનીકમાં બે ટેકનીનકો ઉપયોગ થાય છે, જેમાં ચોક્કસ સંખ્યામાં પ્રવાસી હોય છે. આ વેક્યૂમ ટ્યૂબ સિસ્ટમ અંદાજે 700 માઈલ પ્રતિ કાલકની ઝડપે ચુંબકીય શક્તિથી દોડે છે. જો પ્રવાસ દરમિયાન વીજળીથી સંપર્ક તૂટી જાય તો પણ કેપ્સૂલની ગતિ ધીમી પડશે અને તે ટ્યૂબમાં સપાટી પર કોઈપણ ક્ષતિ વગર આવી જશે.
નવી મુંબઈથી પૂણે સુધી 100 કિલોમીટર હાઈપરલૂપ તૈયાર કરવા માટે રૂપિયા 26 હજાર કરોડનો ખર્ચ થશે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કરતાં આ ખર્ચ ઓછો છે. હાઈપલૂપ લાઈન કોલમ અને અન્ડરગ્રાઉન્ડ ટનલમાં દોડશે. આથી જમીન સંપાદનની જરૂરિયાત પણ ખુબ જ ઓછી હશે. હાઈપરલૂપ વને યુએઈ, અમેરિકા, કેનેડા, ફિનલેન્ડ અને નેધરલેન્ડસમાં પણ આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
સ્ટીલની ટયૂબમાં પ્રેશરનું પ્રમાણ ઘટાડીને માલ કે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડી શકાય છે. જોકે હાયપરલૂપના સેટઅપ માટે મોટાપ્રમાણમાં ભંડોળ અને સમયની જરૂર પડશે. હાયપરલૂપનો પોડ ૧,૦૮૦ કિ.મી.ની ઝડપથી ટયૂબની અંદર ફરી શકે છે. જેમાં ૨૪ લક્ઝરી સીટ અને ૫૦ બિઝનેસ ક્લાસ તથા ૮૦-૯૦ ઇકોનોમી ક્લાસની સીટ હશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એકસાથે બંને દિશામાં ૨૦,૦૦૦ મુસાફરોને એક કલાકના સમયમાં મુસાફરી કરાવી શકાય છે. તો એક પોડ આશરે ૭૦ ટન કાર્ગોનું વહન કરી શકે છે.
નવી મુંબઈથી પૂણે રસ્તા માર્ગે જતાં ત્રણ કલાકનો સમય લાગે છે, જ્યારે હાઈપરલૂપથી માત્ર 14 જ મિનિટમાં આ અંતર પૂર્ણ કરી શકાશે. આ જ રીતે અમરાવતીથી વિજયવાડા પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેવી જ રીતે અમદાવાદથી મુંબઈ માત્ર એક કલાકમાં પહોંચી શકાશે અને ભાડું વિમાન કરતાં પણ ઓછું હશે. જ્યારે હાયપલૂપ માટેનો ખર્ચ અંદાજે 80 હજાર કરોડ રૂપિયાનો થશે જે બુલેટ ટ્રેન પાછળ થનારા ખર્ચ કરતાં ઓછો છે.
આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકે વિમાન કરતાં ઓછું ભાડું અને અનેક ગણી વધારે ઝડપ ધરાવતી ટેકનીક હાઈપરલૂપ વન સાથે કરાર કર્યા છે. આ રાજ્યમાં હાઈપરલૂપની સ્થાપના માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. વર્જિન હાઈવરલૂપ વનના રિચર્ડ બ્રેસન ફંડે જણાવ્યું હતું કે તેમણે નેવાડાના રણપ્રદેશમાં હાઈપરલૂપ સિસ્ટમનું પરિક્ષણ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -