આ તારીખ બાદ Amazon અને Flipkart પર નહીં મળે સેલનો ફાયદો, જાણો કેમ
આ નિયમને 1 ફેબ્રુઆરી, 2019થી લાગુ કરવામાં આવશે. મંત્રાલય અનુસાર, તેમણે આ નિર્ણય ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કસ્ટમર્સને ભારે છૂટ આપવાના વિરોધમાં ઘરેલુ વેપારીઓની પરેશાનીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)વાળી ઈ-કોમર્સ કંપનીઓ માટે નીયમો કડક કરી દીધા છે. હવે ફ્લિપકાર્ટ અને અમેજોન જેવી ઓનલાઈન કપંનીઓ બજાર તે કંપનીઓના ઉત્પાદન નહી વેંચી શકે, જેમાં તેમની ભાગીદારી હોય. આ સિવાય સરકારે ઓનલાઈન કંપનીઓ પર ઉત્પાદનોની કિંમત પ્રભાવિત કરતા કોન્ટ્રાક્ટ પર પણ રોક લગાવી દીધી છે. જેથી તે કોઈ યુનિટ સાથે તેમના કોઈ ઉત્પાદનને માત્ર પોતાના પ્લેટફોર્મ પર વેચવાનો કોન્ટ્રાક્ટ નહી કરી શકે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઓનલાઈન જથ્થાબંધ બિઝનેસમાં એફડીઆઈ વિશે સંશોધિત નીતિમાં કહ્યું કે, આ કંપનીઓએ પોતાના તમામ વેન્ડરોને કોઈ પણ ભેદભાવ વગર સમાન સેવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. મંત્રાલયે કહ્યું કે, સંશોધિત નીયમનું લક્ષ્ય ઘરેલુ કંપનીઓને તે ઈ-કંપનીઓથી બચાવવાની છે, જેમની પાસે એફડીઆઈ દ્વારા મોટી મૂડી ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં રિટેલ બજારને સમાન તક આપવા માટે ઈ કોમર્સ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) નીતિમાં ભારે ફેરફાર કરતાં ઈ કોમર્સ કંપનીઓને કોઈપણ કંપનીની પ્રોડક્ટના વિશેષ વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં કેશબેક, એક્સક્લૂસિવ સેલ અથવા કોઈ પોર્ટલ પર એક બ્રાંડનું લોન્ચ, અમેઝોન પ્રાઈમ અને ફ્લિપકાર્ટ એશ્યોર્ડ જેવી ડિલ્સ અથવા કોઈ પ્રકારની ખાસ સેવા કંપનીઓ આપી નહીં શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -