મુકેશ અંબાણીના પુત્રની જેની સાથે સગાઈની વાતો ચાલે છે તે શ્લોકા મહેતા કોણ છે? ગુજરાતના ક્યાંનો છે તેનો પરિવાર?
થોડા મહિના પહેલા ફેસન ડિઝાઈનર અબુ જાની, સંદીપ ખોસલાએ આકાશની બહેન ઇશા અંબાણી અને શ્લોકા મહેતાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. જેને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ પણ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્લોકાના પિતા રસેલ મેહતા રોસી બ્લૂ ડાયમંડ કંપની ચલાવે છે જે B. Arunkumar & Co.ના નામે ઓળખાય છે. મહેતા પરિવાર મૂળ તો ગુજરાતના પાલનપૂર સાથે સંબંધ ધરાવે છે. અંબાણી અને મેહતા પરિવાર પહેલેથી જ એક બીજા સાથે પરિચિત છે. બન્ને પરિવાર અનેક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા છે.
સ્કૂલનો અભ્યાસ ખત્મ કર્યા બાદ શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રિન્સટન યૂનિવર્સિટી ગઈ. ત્યાર બાદ તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાઈન્સથી કર્યું.
તેણે 2004થી 2009ની વચ્ચે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં જ થઈ હતી.
ઉપરાંત શ્લોકા ConnectForની સહ સ્થાપક પણ છે. આ સંસ્થા એનજીઓને વોલન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે.
કહેવાય છે કે, શ્લોકા મેહતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયે રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે.
ઉલ્લેખનીય છે કે, રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે.
જોકે બન્ને પરિવારોએ આ વાત પર કોઈ ટીપ્પણી કરી નથી. પરંતુ પીટીઆઈએ સૂત્રો દ્વારા લખ્યું છે કે, આગામી થોડા જ સપ્તાહમાં તેની સગાઈ થઈ શકે છે અને ચાલુ વર્ષે ડિસેમ્બરમાં તે લગ્ન કરી લેશે.
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા દીકરા આકાશ અંબાણી ચાલુ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. પીટીઆઈના અહેવાલ અનુસાર તેના લગ્ન હીરા કારોબારી રસેલ મેહતાની સૌથી નીની દીકીર શ્લોકા મેહતા સાથે થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -