ટેક્સ બચાવો હોય તો આજે જ જમા કરાવો આ દસ્તાવેજ
લોન ફ્રોમ હાઉસિંગ પ્રોપર્ટીઃ જે ઘર માટે તમે લોન લીધી છે, તેનું સર્ટિફિકેટ કોઈ નાણાંકીય સંસ્થા પાસેથી લઈ લેવું. તેમાં નાણાંકીય વર્ષ એપ્રિલ 2016-માર્ચ 2017ની વચ્ચે તમારા દ્વારા વ્યાજ ચૂકવણીની જાણકારી લખેલી હોવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેડિક્લેમ પ્રીમિયમઃ તેના માટે તમારે તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ એજન્ટ સાથે વાત કરી શકો છો અને તેનાથી સેક્શન 80ડી અંતર્ગત ટેક્સ પર્પઝનું સ્ટેટમેન્ટ માગી શકો છો. પરંતુ યાદ રહે કે પ્રીમિયમ માત્ર ચેક અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જ થયું હોવું જોઈએ.
મકાન ભાડા ભથ્થા છૂટઃ જો લોકો એચઆર ક્લેમ કરે છે, તેના માટે મકાનમાલિકનો પાન ફરજિયાત છે. આ એમના માટે નથી જેમનો દર વર્ષે ભાડું એક લાખ અથવા તેનાથી ઓછું છે. જો તમે ટેક્સ બચાવવા માગો છો તો તમે રેન્ટ એગ્રીમેન્ટની કોપીનો ઉપયોગ કરી શકો છો.
પ્રથમ વખત ઘર ખરીદતા હોયઃ ચાલુ નાણાંકીય વર્ષમાં સેક્શન 80ઈઈ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારને ટેક્સમાં રાહત આપવામાં આવે છે. તે હોમ લોનના વ્યાજ દ્વારા તેનો લાભ લઈશકે છે. સેક્શન 24 અંતર્ગત અથવા વધુમાં વધુ 2 લાખ સુધી જ ટેક્સ બચતનો લાભ લઈશકો છો. તમે દસ્તાવેજની ફોટોકોપી જમા કરાવીને ટેક્સ બચતનો લાભ લઈ શકો છો.
ટ્યૂશન ફીઃ બાળકોની સ્કૂલ ફીની રિસીપ્ટનો પણ ઉપયોગ કરીને ટેક્સ બચાવી શકો છો.
રોકાણઃ તેમાં મ્યુચ્યુ્લ ફંડની ઈલએસએસ, જીવન વીમાના પ્રીમિયમની રિસીપ્ટ આપવામાં આવે છે. ઉપરાંત પીપીએફ બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા મેનેજ કરવામાં આવે છે. તમને તમારી પાસબુકની ફોટોકોપી દ્વારા તમારા ટ્રાન્ઝેક્શન બતાવી શકો છો. જો તમે ઓનલાઈન તમારું પીપીએફ ચલાવો છો તો ઈ-રિસિપ્ટનો ઉપયોગ કરી શકો છો.
ટેક્સ બચત કોને પસંદ ન હોય. જેવું નાણાંકીય વર્ષ ખતમ થવાનું હોય કે તરત જ કંપનીના એકાઉન્ટ્સ વિભાગ તરફથી તમને દસ્તાવેજ જમા કરાવવની યાદ અપાવવામાં આવે છે. આમ તો દસ્તાવેજ જમા કરાવાવની તારીખ દરેક કંપનીમાં અલગ અલગ હોય છે, પરંતુ કંપનીઓ એવું ઈચ્છતી હોય છે કે તમે તમારા દસ્તાવેજ કંપનીમાં 10 માર્ચ સુધીમાં જમા કરાવી દો. જો તમે પણ ટેક્સ બચાવવા માગો છો તો ઝડપથી આ દસ્તાવેજ કંપનીમાં જમા કરાવી દો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -