અમૂલે ગ્રાહકોને આપી GSTની ભેટ, આ તમામ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા
કંપનીએ મિલ્ક પાઉડર ઉપરાંત ક્રીમની કિંમત પણ ઘટાડી છે. જીએસટી લાગુ થતા પહેલા અમૂલ ફ્રેશ ક્રીમના 1 લિટર પેકની કિંમત 190 રૂપિયા હતી. જે હવે ઘટીને 182 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નાના 250 એમએલ પેક જીએસટી પહેલા 60 રૂપિયામાં મળતું હતું જે હવે 57 રૂપિયામાં મળશે. 1 જુલાઈથી લાગુ થયેલ જીએસટીમાં મિલ્ક પાઉડર પર 5 ટકા જીએસટી લાગુ થઈ રહ્યો છે. જ્યારે આ પહેલા 7 ટકા કરતાં વધારે ટેક્સ ચૂકવવો પડતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની અનુસાર જીએસટી પહેલા અમૂલ સ્પ્રેના 1 કિલો પેકની કિંમત 360 રૂપિયા હતી. જે જીએસટી બાદ ઘટીને 335 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત અમૂલ સ્પ્રેના 500 ગ્રામ ટિનની કિંમત 195 રૂપિયા હતી જે હવે ઘટીને 182 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કંપનીએ અમૂલ્યા મિલ્ક પાઉડરની કિંમત પણ ઘટાડી છે, જીએસટી પહેલા અમૂલ્યાના 1 કિલો પેકની કિંમત 358 રૂપિયા હતી જે હવે ઘટીને 335 રૂપિયા થઈ ગઈ છે. તેની સાથે જ અમૂલ્યાના 500 ગ્રામ પાઉચની કિંમત 183 રૂપિયાથી ઘટાડીને 175 રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતમાં ડેરી ક્ષેત્રની અગ્રણી કંપની અમૂલે જીએસટી લાગુ થયા બાદ પોતાની કેટલીક મિલ્ક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપની દ્વારા મુખ્ય રીતે મિલ્ક પાઉડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા જારી નવી પ્રાઈસ લિસ્ટ અનુસાર અમૂલે બેબી મિલ્ક પાઉડર અમૂલ સ્પ્રે, મિલ્ક પાઉડર અને ક્રીમની કિંમતમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -