મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિકે રીક્ષા ડ્રાઈવરને કેમ આપી મિનિ ટ્રકની ભેટ, જાણો રસપ્રદ વિગત
આખરે દોઢ મહિના પછી આનંદ મહિન્દ્રાને સફળતા મળી. બુધવારે તેમણે ટ્વીટર દ્વારા પોતાની ખુશી વહેંચતા જણાવ્યુંકે, તેની ટીમે થ્રી વ્હીલર 'સ્કોર્પિયો'ના ઓટો ડ્રાઈવરને શોધી લીધો છે. તેનું નામ સુનીલ છે. સુનીલ કેરળના એક અંતરિયાળ ગામડામાં રહે છે. આનંદ મહિન્દ્રાએ વચન પૂરુ કરતાં સુનીલને મહિન્દ્રા સુપ્રો મિની વેન ભેટમાં આપી. આનંદ મહિન્દ્રાએ પણ ક્રિએટિવ ઓટો ડ્રાઈવર સુનીલની તસવીર શેર કરી જેમાં સુનીલ નવી વેન મેળવીને ખુશ દેખાતા હતા. આનંદ મહિન્દ્રાએ આ માટે ટ્વિટર યૂઝર્સનો આભાર માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એ વ્યક્તિનું મોટું સપનું બતાવવાની પોતાની અનોખી રીત છે. અનિલના ટ્વીટને આનંદ મહિન્દ્રાએ તરત જ રિપ્લાઈ કરતાં તેમનો આભાર માન્યો અને તેને એ ડ્રાઈવરને શોધવામાં મદદ માગી. આનંદ મહિન્દ્રા એ ઓટોને પોતાના મ્યૂઝિયમમાં મુકવા માગતા હતા અને તેના બદલામાં તે ડ્રાઈવરને ફોર વ્હીલર આપવા માગતા હતા.
ત્યાર બાદ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તે ઓટો ડ્રાઈવરને શોધ્યો અને તેની ઓટો રિક્સાના બદલામાં તેને ફોર વ્હીલર ગિફ્ટ આપી. ડ્રાઇવરની એ ઓટોને હવે મહિન્દ્રાના મ્યૂઝિયમમાં સ્થાન મળશે. 19 માર્ચના રોજ મુંબઈના અનિલે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ઓટોની તસવીર શેર કરી જેને પાછળથી મહિન્દ્રા સ્કોર્પિયોની જેમ જ કસ્ટમાઈડ કરવામાં આવી હતી. અનિલે પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાને ટ્વીટ કરતાં લખ્યું કે, આ તસવીર બતાવે છે કે, ભારતના રસ્તા પર સ્કોર્પિયોની ડિઝાઈન કેટલી જાણીતી છે.
નવી દિલ્હીઃ કહે છે કે જીવન ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ નથી જાણતું, આ ઓટો ચાલકે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ ઓટોને મહિન્દ્રા સ્કોર્પિયો જેવો લુક આપવા પર તેનું નસીબ બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે, એક ઓટો ચાલકે પોતાની ઓટો પાછળ મહિન્દ્રા સ્કોર્પિયો જેવો લુક આપ્યો હતો. તેની આ ઓટોની તસવીર ખેંચીને કોઈએ ટ્વિટ પર ટ્વીટ કરી હતી અને સાથે જ આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -