આગામી જાન્યુઆરીમાં રેલવે લોન્ચ કરશે નવી એપ 'દિશા', જાણો મુસાફરોને શું ફાયદો થશે
શરૂ કરવામાં આવેલ નવું ફીચર ફોગ એલર્ટ દ્વારા પ્રવાસીઓ કોઈ પણ રેલ માર્ગ વચ્ચે ધુમ્મસની શક્યતા, ધુમ્મસની સઘનતા અને ધુમ્મસને કારણે ટ્રેનના સમયમાં થનારા સંભવિત વિલંબ અંગે જાણકારી આપશે. આ ફીચરનો ઉપયોગ કરીને પ્રવાસીઓ પોતાના પ્રવાસ કાર્યક્રમનું યોગ્ય આયોજન કરી શકશે અને સાથે જ પોતાના પરિવારજનોને ટ્રેનના ટાઈમ ટેબલમાં થનારા વિલંબ અંગે જાણ કરી શકશે. આ ફીચર દ્વારા કઈ ટ્રેન ક્યા સ્ટેશને કેટલી મોડી પહોંચશે તે જાણી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધુમ્મસના કારણે ટ્રેનની અવરજવરમાં થતા વિલંબ અંગે માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ રેલ યાત્રી દ્વારા એક ખાસ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. રેલ યાત્રી અનુસાર ગત સપ્તાહે દિલ્હીથી પટણા વચ્ચે દોડતી ૯૦ ટ્રેન પોતાના ગંતવ્ય સ્થળ પર મોડી પહોંચી હતી. આમ હવે મોડી દોડી રહેલી ટ્રેન અંગે જાણકારી મેળવવી સરળ થઈ ગયું છે. મોબાઈલ એપ રેલ યાત્રી તમારી ટ્રેન ક્યાં છે તેનું સ્ટેટસ આપશે.
ઉપરાંત ઓનલાઈન ટિકિટ બુકિંગ, ટ્રેનનાં લોકેશન જાણી શકશે. રિટાયરિંગ રૂમ પણ ઘેરબેઠાં કે ઈમર્જન્સીમાં પ્રવાસ દરમિયાન બુક કરાવી શકશે. રેલવે સિવાય પણ ખાનગી એજન્સીઓ દ્વારા આ પ્રકારની એપ્સ લોન્ચ થાય છે, પરંતુ વેસ્ટર્ન રેલવે આ પ્રકારની એપ્લિકેશન આગામી માસે મુસાફરોની સુવિધા માટે લોન્ચ કરશે.
દિશા એપ્સ દ્વારા સ્ટેશન મેનેજર અને ટી.ટી.ની ઓફિસ, રિઝર્વેશન સેન્ટર, કરન્ટ વિન્ડો, જનરલ મેનેજરની ઓફિસ વગેરેના લોકેશન જેવી વિવિધ માહિતી એક જ ક્લિકથી મેળવી શકાશે. મોટા રેલવે સ્ટેશન પર અનેક પ્લેટફોર્મ હોવાના કારણે પ્રવાસી ક્યારેક મુશ્કેલીના સમયે સ્ટેશન મેનેજર કે ટીટીનો સંપર્ક કરવામાં અટવાય છે. ક્યારેક રિઝર્વેશન સેન્ટર કે કરન્ટ ટિકિટ વિન્ડો ભારેખમ લગેજ સાથે શોધવામાં અટવાય છે. આ સંજોગો તે દિશા એપ્સ પર એક ક્લિકથી આ કોઈ પણ રેલવે સ્ટેશનના તમામ લોકેશન મેળવી શકશે.
અમદાવાદઃ હવે રેલવેની નવી મોબોઈલ એપ 'દિશા' દ્વારા અનેક પ્રકારની લેટેસ્ટ માહિતી મોબાઈલ ફોન પર એક ક્લિકથી મુસાફરો મેળવી શકશે. મુસાફરો જાન્યુઆરીથી આ સેવાનો લાભ લઈ શકશે. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા આગામી માસે લોન્ચ થનારી દિશા એપ્સમાં રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ તમામ સગવડો સહિત ઓનલાઈન બુકિંગની સગવડ પ્રવાસીઓને મળી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -