GSTના કારણે પરણવું થયું મોંઘું, લગ્નનો ખર્ચ 15 ટકા વધી જશે, જાણો કઈ રીતે વધશે ખર્ચનો બોજ?
નવી દિલ્હી: વિતેલા વર્ષે લગ્નની સીઝનમાં થયેલ નોટબંધી અને 1 જુલાઈથી લાગુ થયેલ જીએસટીની અસર પણ લગ્નની સીઝન પર જોવા મળશે. નવેમ્બરમાં લગ્નની સીઝન શરૂ થ રહી છે. એસોચેમે કહ્યું કે, લગ્ન માટે હોલ/ગાર્ડન બુકિંગ, ટેન્ટ બુકિંગ, ફોટોગ્રાફી જેવી લગ્નની સેવા પર નોટબંધી અને જીએસટીની ઓછામાં ઓછી 10થી 15 ટકાની અસર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસોચેમે કહ્યું છે કે, નોટબંધી અને જીએસટીને કારણે જવેલરી અને અન્ય સામગ્રી, ફોટોગ્રાફી, મેરેજ હોલ જેવી સેવા માટે પહેલા કરતાં વધારે ખર્ચ કરવો પડશે. જીએસટીના કારણે અનેક સેવાઓ મોંઘી થઈ ગઈ છે જેના કારણે લગ્નનો સરેરાશ ખર્ચ વધી જશે. લગ્ન સાથે જોડાયેલી અનેક સેવાઓ પર જીએસટી રેટ ૧૮થી ૨૮ ટકા સુધી છે, જે જીએસટી લાગુ થતા પહેલાં ઓછો હતો.
૫૦૦ રૂપિયાથી વધુની કિંમતના ફૂટવિયર્સ પર ૧૮ ટકા જીએસટી લાગે છે. સોનું અને હીરાનાં આભૂષણો પર ટેકસ ૧.૬ ટકાથી વધીને ત્રણ ટકા થઈ ચૂકયો છે. ફાઇવસ્ટાર હોટેલ્સના બુકિંગ પર પણ ૨૮ ટકા જીએસટી આપવો પડશે. ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ પર પણ ૧૮ ટકા જીએસટી લાગશે. મેરેજ હોલ બુકિંગ કે ગાર્ડન બુકિંગ જેવી સર્વિસીસ પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે.
મોટા ભાગના લોકો લગ્નના સમયે વધુ કેશ ન હોવાને કારણે ગ્રોસરીઝ અને અન્ય સામગ્રી ઉધાર પર ખરીદે છે, જેને બાદમાં ચૂકવતા રહે છે, પરંતુ જીએસટીને કારણે ટ્રેડર્સ ઉધાર પર સામગ્રી આપતા ખચકાય છે.
એક અનુમાન મુજબ, ભારતમાં એક એવરેજ વ્યકિત લગ્ન પર પોતાની કુલ સંપત્તિનો પાંચમો ભાગ ખર્ચ કરે છે. નવેમ્બરમાં લગ્નની તૈયારી કરી બેસેલા ઘણા પરિવાર બજેટ વધ્યા બાદ પોતાના ખર્ચ પર ફરીથી નજર નાખી બજેટ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એસોચેમે જણાવ્યું છે કે, ભારતમાં ગોવાના બીચ અને રાજસ્થાનના ફોર્ટ ડેસ્ટિનેશન વેડિંગ માટે પહેલી પસંદ રહે છે. વિદેશમાં લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા લોકોની પહેલી પસંદ બાલી અને દુબઈ છે. ભારતની વેડિંગ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ૨૫થી ૩૦ ટકાનો વધારો નોંધાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -