હવે રાત્રે ATMમાં નહીં નખાય કેશ, જાણો શું છે કારણ
અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે કાયદા મંત્રાલય પાસે મોકલાઈ છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ દરેક રાજ્યની સરકારોને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયના અધિકારીઓ અનુસાર વાનમાં બે સશસ્ત્ર ગાર્ડ અને એક ચાલકને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં વાહનને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની રીત જણાવે. એક અનુમાન અનુસાર રોજ 8000 પ્રાઈવેટ વાન 15,000 કરોડ રૂપિયાની રોકડ બેન્કોમાંથી લઈને એટીએમ સુધી હેરફેર કરે છે. તો પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ બેન્કોની તરફથી લગભગ 5000 કરોડ રૂપિયાની રોકડ રાત સુધી પોતાની પાસે રાખે છે.
ગૃહ મંત્રાલયે નોટોના હેરફેરનું કામ કરતી પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ માટે આ ફેરફારો સૂચવ્યા છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં એટીએમમાં રૂપિયા નાખવાનું કામ સાંજે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવે, જ્યારે નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં આ કામ 4 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. આવી જ રીતે 5 કરોડ રૂપિયાથી વધારે રકમ લઈ જતી વાનમાં વિશેષ રૂપથી તૈયાર હશે અને તેમાં સીસીટીવી અને જીપીએસ જેવી સુવિધા રહે.
નવી દિલ્હીઃ એટીએમમાં રોકડ લઈ જતી વેન પર થતા હુમલા અને લૂટપાટથી ચિંતિત સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે શહેરમાં એટીએમમાં રાત્રે 9 વાગ્યા બાદ રૂપિયા નાખવામાં નહીં આવે. અધિકારીઓ અનુસાર તેની સાથે જ સલાહ આપવામાં આવી છે કે, રૂપિયા લઈ જતી એજન્સીઓ બેંકો પાસેથી બપોરે જ કેશ લઈ લે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -