ATMથી પૈસા ઉપાડવા પડી શકે છે મોંઘાં, જાણો પ્રતિ ટ્રાંઝેક્શન પર કેટલો ચૂકવવો પડશે ચાર્જ?
પાંચથી વધુ વખત એટીએમ ટ્રાંજેક્શન કરવા પર 20 રૂપિયા સુધી ચાર્જ ભોગવવો પડી શકે છે. હાલમાં તમામ બેન્ક એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે 15 રૂપિયા અને નોન કેશ ટ્રાંઝેક્શન કરવા પર ખાતામાથી 5 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ દર મહિને ફ્રીમાં મળતા ટ્રાંઝેક્શન ઉપર લાગે છે.
સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
રિઝર્વ બેન્કે એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે કડક નિયમો બનાવી દીધા છે. જેના બાદ એટીએમ ઓપરેટર્સ ટ્રાંજેક્શન ચાર્જ વધારવાની માંગ કરી રહ્યાં છે. એટીએમ ઈન્ડસ્ટ્રીએ ટ્રાંઝેક્શન પર 3-5 રૂપિયા વધારવાની માગ કરી છે. જેથી વધુ સારી રીતે ઓપરેટ કરી કરી શકાય.
નવી દિલ્હી: હાલમાં ભલે એટીએમ ખાલી થઈ ગયા હોય, પરંતુ જલ્દીજ બેન્ક કસ્ટમર્સને ટ્રાંઝેક્શન પર મોટો ઝટકો લાગી શકે છે. કંફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi)એ એવી માંગ ઉઠાવી છે કે તેની સીધી અસર એટીએમ ચાર્જ પર પડશે.