રોકડની તંગી મામલે RBIએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગતે
રિઝર્વ બેંકે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ATMsમાં કેશ પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે. સાથે જ ઘણા એટીએમ મશીનોમાં નવી નોટો માટે રીકેલિબ્રેશનની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. આરબીઆઈએ કહ્યું કે, આ બંને બાબતો પર તેની નજર છે. તો પણ સાવધાની રાખતા આરબીઆઈ એવા વિસ્તારોમાં કેશની આપૂર્તિ ઝડપી કરશે, જ્યાં એકાએક કેશ ઉપાડમાં ઝડપ આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશની અછતને નોટબંધીનું બીજું વર્ઝન હોવાની થતી ચર્ચાઓ પર મંગળવારે સાંજે આરબીઆઈએ કહ્યું કે, ‘મીડિયામાં એવું કહેવાઈ રહ્યું છે કે, દેશના કેટલાક ભાગોમાં કરન્સીની અછત છે. એ શરૂઆતમાં જ સ્પષ્ટ કરાયું છે કે, આરબીઆઈના વોલ્ટ્સ અને કરન્સી ચેસ્ટ્સમાં પૂરતી કેશ છે. તો પણ ચારે પ્રેસમાં નોટોની પ્રિન્ટિંગનું કામ ઝડપી કરી દેવાયું છે.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી લઈને મધ્યપ્રદેશ સુધી કેશની અછત હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આરબીઆઈએ જણાવ્યું કે, નોટો છાપવાની પ્રક્રિયા પણ ઝડપી કરી દેવાઈ છે. જોકે, કેટલાક વિસ્તારોમાં કેશને પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓને કારણે કેશ સંકટને દૂર કરવામાં થોડા દિવસો લાગી શકે છે.
નવી દિલ્હીઃ દેશભરમાં એટીએમમાં રોકડની તંગીને લીધે ઉહાપોહ મચી ગયો છે. લોકોમાં રોકડની તંગીને લઈને અનેક ચિંતાઓ ઉભી થઈ છે. બીજી બાજુ ચાલતી અફવાઓ પર વિરામ મુકતા આરબીઆઈએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિવેદન જારી કરતાં કહ્યું કે રોકડની કોઈ તંગી નથી અને આરબીઆઈની કરન્સી ચેસ્ટમાં પૂરતી રોકડ ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -