Airtel, Vodafone અને Ideaએ દંડ પેટે આપવા પડશે 3,050 કરોડ રૂપિયા, એટર્ની જનરલે આપી મંજૂરી
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ સેવા નિયમોની ગુણવત્તા ઉલ્લંઘન કરવા માટે એરટેલ અને વોડાફોન દરેક પર 1050 કરોડ રૂપિયા અને આઈડિયા પર 950 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ભલામણ કરી હતી. આ રીતે આ ત્રણેય કંપનીઓ પર સંયુક્ત રીતે 3,050 કરોડ રૂપિયાનો દંડ થવા જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યૂલર પાસેથી 3,050 કરોડ રૂપિયાનો દંડ વસુલવાત અંગે એટર્ની જનરલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. એટર્ની જનરલે કહ્યું કે, ટેલીકોમ ડિપાર્ટમેન્ટ ખરાબ ગુણવત્તાવાળી સેવાના આધારે દંડ લગાવી શકે છે.
ટ્રાઈએ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને મોકલેલ પોતાની ભલામણમાં કહ્યું હતું કે, ત્રણેય કંપનીઓ લાયસન્સની શરતો અને સેવા ગુણવત્તા નિયમોનું પાલન નથી કરી રહી, જેના કારણે રિલાયન્સ જિયોને ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ પર જામ મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં કોલ ડ્રોપ થઈ રહ્યા છે.
ટ્રાઈએ આ ભલામણ રિલાયન્સ જિયોની રજૂઆત બાદ કરી હતી જેમાં જિયોએ કહ્યું હતું કે, તેના 75 ટકા કોલ ડ્રોપ થઈ રહ્યા છે, કારણ કે અન્ય કંપનીઓ પૂરતા પોઈન્ટ્સ ઓફ ઇન્ટરકનેક્શન ઉપલબ્ધ નથી કરાવી રહી.
ટ્રાઈની ભલામણોને આધારે ટેલીકોમ ડિપાર્ટમેન્ટે વિતેલા સપ્તાહે એટર્ની જનરલનો મત માગ્યો હતો. ટ્રાઈએ દંડની ભલામણ પર આગળની કાર્યવાહી કરતા પહેલા ટેલીકોમ ડિપાર્ટમેન્ટ એટર્ની જનરલ શું કહે છે તેની રાહ જોઈ રહ્યું હતું.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, એટર્ની જનર લે કહ્યું કે, ટેલીકોમ સેવા નિયમોની ગુણવત્તાનું ઉલ્લંઘન કરવાના મામલે ટેલીકોમ ઓપરેટર્સ પર દંડ લગાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -