કરોડમાં બની અને કરોડોની કમાણી કરતી Bahubali 2 ફિલ્મનો વીમો કેટલો છે જાણો છો?
કંપનીએ એક સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું છે કે, આ પોલિસી ફિલ્મને કોઈ પણ એવી ઘટનાઓ જેમ કે મોત, કોઈ કલાકાર બીમાર થાય, કોઈ પ્રાકૃતિક આફત અથવા દુર્ઘટના કે જેના કારણે ફિલ્મમાં વિલંબ થાય જેવા કેસમાં વીમા સુરક્ષા આપે છે. ઉપરાંત શૂટિંગ દરમિયાન જો ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ ઉપકરણોને નુકસાન થાય તો તેના પર પણ વીમા સુરક્ષા આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ ફિલ્મને વીમો પોતાના ફિલ્મ પેકેજ વીમા પ્રોડક્ટ અંતર્ગત આપ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મ નિર્માણ દરમિયાન તેની પહેલા અને બાદમાં જોખમોને વીમા સુરક્ષા આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ એસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલીઃ ધ કન્ક્લૂઝન' એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. 800 કરોડ રૂપિયાની કમાણી કરવાની સાથા આમિરની પીકે અને દંગલને પાછળ છોડનારી બાહુબલી વિશે શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે કેટલો વીમો લેવામાં આવ્યો હતો. બાહુબલી 2ને જનરાલી ઇન્શ્યોરન્સ કંપનીએ 200 કરોડ રૂપિયાનું વીમા કવર આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -