રિલાયન્સ Jioની ધન ધના ધન ઓફર પર એરટેલે વાંધો ઉઠાવ્યો, કહ્યું- TRAIના નિર્દેશોનું ઉલ્લંઘન
ભારતી એરટલે જિઓની આ ઓફર પર વાંધો ઉઠાવતા આશા વ્યક્ત કરી કે પ્રાધિકરણ TRAI તેના પર કાર્રવાઈ કરશે જે તેના નિર્દેશનું ખુલ્લું ઉલ્લંઘન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ટેલિકોમ નિયામક TRAIએ વિેતેલ સપ્તાહે કંપનીને પોતાની 303 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કોલ અને ડેટાના ઉપયોગની સુવિધા આપતી ઓફર પરત લેવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ હવે કંપનીએ આ ધન ધના ધન ઓફર રજૂ કરી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ મંગળવારે પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર રજૂ કરી. આ પ્લાન અંતર્ગત તે પોતાના પ્રાઈમ મેમ્બર્સને 309 રૂપિયામાં 3 મહિના માટે 1GB 4G ડેટા પ્રતિ દિવસ ઉપલબ્ધ કરાવશે. જ્યારે પ્રતિસ્પર્ધી કંપની એરટેલે જિઓની આ ઓફર પર પણ વાંધો ઉઠાવતા કહ્યું કે, આ નવી બોટલમાં જૂનો દારૂ છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓની આ નવી ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય ટેલિકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)એ તેના ત્રણ મહિનાની સમર સરપ્રાઈઝ ઓફર પર હાલમાં જ પ્રતિબંધ લગાવી દીધો હતો.
નવી ઓફર અંતર્ગત રિલાયન્સ જિઓ 309 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર અનલિમિટેડ એસએમએસ, કોલિંગ અને દરરોજ 1GB 4G ડેટાની સુવિધા આપશે. તેવી જ રીતે 509 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર જિઓ પ્રાઈમના ગ્રાહક ત્રણ મહિના માટે પ્રતિ દિવસ 2 જીબી ડેટા મેળવી શકશે. ઓફરમાં અનલિમિટેડ એસએમએસ, કોલિંગ અને ડેટા સામેલ છે.
જિઓની વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના અનુસાર આ ઓફરને ધન ધના ધન નામ આપવામાં આવ્યું છે. આ માત્ર એક રિચાર્જ માટે જ હશે અને જિઓ સરપ્રાઈઝ ઓફરની સાથે નહીં મેળવી શકાય. કંપનીનું કહેવું છે કે, જે લોકો પ્રાઈમ મેમ્બરશિપ નથી લઈ શક્યા તે હવે 408 અને 608 રૂપિયાના રિચાર્જ કરાવીને આ સુવિધાનો લાભ લઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -