28 ફેબ્રુઆરીએ બેંક કર્મચારી કરશે હડતાળ, સોમવારે જ પતાવી લો બેંકના તમામ કામ
યુનિયન દ્વારા કરવામાં આવેલી માગણીઓનો ઉકેલ લાવવાના તમામ પ્રયાસ નિષ્ફળતાને વર્યા હોવાને કારણે યુએફબીયુએ ૨૮ ફેબ્રુઆરીએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા શ્રમ કાયદામાં કરવામાં આવેલા સુધારાઓનો યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રમ ખાતાના કમિશનર સાથેની ૨૧મી ફેબ્રુઆરીની બેઠક મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી હતી કેમ કે ઈન્ડિયન બેન્ક એસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા બેંક મેનેજમેન્ટે માગણીઓ સાથે સહમત થવાનું નકારી કાઢ્યું હતું અને શરતો પણ મૂકી હતી, એમ ઓલ ઈન્ડિયા બેક એમ્પલોઇઝ એસોસિયેશન (એઆઇબીઇએ)ના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, એકિસસ બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવી ખાનગી બેંકોની કામગીરા સામાન્ય રહેશે. ચેકના ક્લિયરન્સને બાદ કરતાં તેમની કામગીરી પર કોઇ અસર નહીં પડે. યુએફબીયુ નવ યુનિયનની પિતૃસંસ્થા છે, પરંતુ ભારતીય મઝદૂર સંઘની બે સંલગ્ન સંસ્થા નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક ઓફિસર્સ આ હડતાળનો હિસ્સો નહીં હોય.
નવી દિલ્હીઃ બેંક કર્મચારીઓની 28 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત હડતાળથી સાર્વજનિક બેંકોમાં સામાન્ય કાકાજ પ્રભાવિત થવાની આશંકા છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ)ની આગેવાનીમાં બેંક કર્મચારીઓના યૂનિયનોએ પોતાની જુદી જુદી માગને લઈને હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળમાં એસબીઆઈ, પીએનબી અને બેંક ઓફ બરોડા સહિત મોટાભાગની સરકારી બેંકના કર્મચારી ભાગ લેવાના છે. માટે સોમવારે જ બેંક સાથે જોડાયેલ તમામ કામ પતાલી લેવા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -