ટ્રાન્ઝેક્શન ચાર્જ અને વિવિધ ફીના નામે ગ્રાહકો સાથે બેંકોની ઉઘાડી લૂંટ, જાણો શું દલીલ કરે છે બેંકો
બેન્કોની મૂળ સમસ્યા તેમની વધતી જતી એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ છે. વિજય માલ્યા સહિતના બિઝનેસમેને જંગી લોન લઈને બેન્કોને દેવાના ડુંગર હેઠળ દબાવી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર સહિત બેન્કોની ૬.૧ લાખ કરોડ રૂપિયાની લોન પર ગ્રહણ લાગી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબચત ખાતામાં રહેલી મૂડી પર અત્યાર સુધી ચાર ટકા વ્યાજ મળતું હતું, જે ઘટાડી દેવાયું છે. બેન્કો આ અંગે દલીલ કરે છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પાસેથી ચાર્જીઝ વસલૂવા પડી રહ્યા છે. બેન્કોને તેમનો વ્યાપ વધારવા માટે ખર્ચ થઈ રહ્યો છે અને હાલની જે બ્રાન્ચ છે તે ચલાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે દલીલ છે કે ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ આ ચાર્જ લેવાય છે. જોકે તેનો બોજ ગ્રાહકોએ વહન કરવો પડી રહ્યો છે.
NEFT, RTGS, UPI જેવી સુવિધાઓ વધારાઈ પરંતુ તેના પર ચાર્જ વધારી દેવાયા છે. એક ફ્રી ચેકબુક પછી નવી ચેકબુક લેવી હોય તો બેન્ક ફી લેવાઈ રહી છે. મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે એક તરફ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને બીજી તરફ તેના પર બેન્કો ફી વસૂલી રહી છે. જીએસટીનાં નામે પણ કેટલાક ચાર્જીઝ વધારી દેવાયા છે.
જોકે પરંતુ ગ્રાહકોને આરબીઆઈ અને બેંકની આ દલીલમાં દમ નથી લાગતો. સતત વધી રહેલી ફરિયાદોને પગલે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક પણ આ મામલે ગંભીરતાથી વિચારતા થઈ ગયા છે. બેન્કો વિવિધ પ્રકારે ગ્રાહકોને ખંખેરી રહી છે, જે પૈકી બેન્ક બ્રાન્ચમાંથી અને એટીએમમાંથી પોતાના જ પૈસા મેળવવા માટે મફત ટ્રાન્ઝેક્શન મર્યાદિત કરી દેવાયા છે અને વધુ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
New Indian Rupનવી દિલ્હીઃ નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં બેન્કિંગ સેવા મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થયા બાદ બેંકો દ્વારા મળનારી ફ્રી સેવાઓ પર ચાર્જ લગાવવામાં આવ્યો છે. બાદમાં જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ આ ચાર્જીસ પર ટેક્સમાં વધારો થવાથી બેન્કિંગ સેવા વધુ મોંઘી થઈ ગઈ છે. દેશમાં વધતા બેન્કિંગ ચાર્જીસને સારી સુવિધા માટે જરૂરી બતાવવામાં આવી રહ્યા છે તો રિઝર્વ બેંકે કહ્યું કે, તેનાથી બેંક ચલાવવાનો ખર્ચ ઓછો કરી શકાય છે. ees Currency with a Key
- - - - - - - - - Advertisement - - - - - - - - -