નોટબંધી બાદ 30 ગણું વધ્યું UPIથી ટ્રાન્ઝેક્શન, પરંતુ કાર્ડથી લેવડ-દેવેડમાં માત્ર 7% વધારો
પ્રેઝન્ટેશન અનુસાર ગયા વર્ષે નવેમ્બરમાં યૂપીઆઈ મારફત રોજ 10 લાખ લેવડ દેવડ થતી હતી. વર્ષે મે મહીનામાં તે સંખ્યા વધીને રોજની ત્રણ કરોડ થઇ ગઇ છે. યૂપીઆઈ એવી સિસ્ટમ છે જેમાં ઘણા બેન્ક ખાતા એક મોબાઇલ એપ સાથે જોડાઇ જાય છે. તેનાથી મોબાઇલ ફોન મારફત રકમ એકથી બીજા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થાય છે. મુદ્દત દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર સેવા આઈએમપીએસ (ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ)થી થતી લેવડ દેવડમાં સૌથી વધારે વૃદ્ધિ પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ ક્રેડિટ) મામલે જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણકારી અનુસાર નોટબંધી બાદ યૂપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)થી લેવડ દેવડ 30 ટકા વધી છે, જ્યારે ડેબિટ ક્રેડિટ કાર્ડથી લેવડ દેવડમાં માત્ર 7 ટકા વધારો થયો છે. તમામ માધ્યમોથી થતી ડિજિટલ લેવડ દેવડની સંખ્યા ગયા વર્ષે નવેમ્બરમાં 2.24 કરોડ હતી. તે 2.75 કરોડ પહોંચી ગઇ છે.
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયા બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્ન થયા તેના કારણે 6 મહિનામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 23 ટકાનો વધારો થયો છે. નોટબંધી અને ડિજિટલ ઇકોનોમી પર બનેલ સંસદીય સમિતીની સામે ઉચ્ચ સરકારી અધિકારીએ આ જાણકારી આપી છે. સંસદીય સમિતીની સામે અલગ અલગ સરકારી વિભાગોના અનેક અધિકારી હાજર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -