9000 કરોડનું ફૂલેકું ફેરવનાર માલ્યાના ભાવીનો આજે થશે ફેંસલો, DRT આપશે ચુકાદો
નિષ્ક્રિય થયેલી એરલાઈન્સની માલિકીની કંપની પાસેથી નાણાં વસુલ કરવાને લઈને વારંવાર રજુઆત કરવામાં આવી છે. વિજય માલ્યા ગયા વર્ષે બીજી માર્ચના દિવસે દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. હાલમાં તેઓ યુકેમાં છે. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મુંબઈમાં ખાસ અદાલત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં નાણાંની વસુલી માટે બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદાને લઈને તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. તાજેતરના આદેશમાં પ્રેસાઈડીંગ ઓફિસરો પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કન્સોર્ટીયમ દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળભૂત અરજી પર ચુકાદો આપી શકાયો ન હતો. ટ્રિબ્યુનલમાં ત્રણ વર્ષથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે.
હાલમાં નિષ્ક્રિય થયેલી કિંગફિશર એરલાઈન્સ પર નવ હજાર કરોડ રૂપિયાનું દેવું થયેલું છે. એસબીઆઈના નેતૃળત્વમાં ૧૭ બેન્કોના કન્સોર્ટીયમ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના પ્રેસાઈડીંગ ઓફિસર કે.શ્રીનિવાસને કહ્યું છે કે, ગુરુવારે આ કેસમાં ચુકાદો આપવામાં આવનાર છે.
નવી દિલ્હીઃ 9000 કરોડનું ફૂલેકું ફેરવનાર લિકર કિંગ વિજય માલ્યાનું ભાવિ આજે નક્કી કરવામાં આવનાર છે કારણ કે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા લોનની વસુલી માટે બેંકોના કન્સોર્ટીયમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તેનો ચુકાદો આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -