બેંગલુરુમાં દૂધ અને અખબારની જેમ જ ડીઝલની થઈ રહી છે હોમ ડિલિવરી, જાણો કોણ આપી રહ્યું છે આ સેવા
ડીઝલ મંગાવવા માટે ઓનલાઈન ઓર્ડર આપી શકાય છે. લોકો ફોન કોલ અથવા ફ્રી એપ ડાઉનલોડ કરીને પણ ઓર્ડર કરી શકે છે. માઈપેટ્રોલપંપના સ્થાપક આઈઆઈટી ધનબાદથી અભ્યાસ કરનાર 32 વર્ષીય આશીષ કુમાર ગુપ્તાએ કહ્યું કે, તે સપ્ટેમ્બર 2016થી જ પેટ્રોલિયમ મંત્રાલયના સંપર્કમાં છે. અધિકારીઓ દ્વારા આશ્વસ્ત કર્યા બાદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે તેમની બે મીટિંગ્સ થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલની ડિલિવરી એ દિવસની કિંમતમાં ફિક્સ ડિલિવરી ચાર્જ જોડીને કરવામાં આવે છે. 100 લિટર સુધી ડિલિવરી પર એક વખત 99 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે જ્યારે 100 લિટરથી વધારેની ડિલિવરી પર ડીઝલની કિંમતની સાથે સાથે પ્રિત લિટર એક રૂપિયો ચાર્જ લેવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ અત્યાર સુધી માત્ર વાતો થતી કે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી શરૂ થશે પરંતુ હવે આ હકીકત બની ગયું છે. બેંગલુરુના સ્ટાર્ટ-અપ માય પેટ્રોલ પંપે દૂધ અને અખબારની જેમ જ લોકોના ઘર સુધી ડીઝલ પહોંચાડવાનું શરૂ કર્યું છે. તમને જણાવીએ કે કેટલાક સપ્તાહ પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. માત્ર એક વર્ષ જૂના સ્ટાર્ટઅપ માઈ પેટ્રોલ પંપે 15 જનના રોજ 950-950 લિટરની ક્ષમતાવાળા ત્રણ ડિલિવરી વ્હીક્સથી ઘર સુધી ડીઝલની સપ્લાઈ શરૂ કરી છે.
પેટ્રોલ-ડીઝળની હોમ ડિલિવરીને લઈને પેટ્રોલિયમ ડીલર્સ ચિંતામાં છે. તેમણે પોતાના કારોબારની સાથે સાથે સુરક્ષાની પણ ચિંતા છે. તેમનું કહેવું છે કે, એક ખાનગી કંપની દ્વારા ઘરે ઘરે ફ્યૂઅલ પહોંચાડવું એ ગેરકાયદેસર અને ખતરનાક છે. જોકે, માઈ પેટ્રોલ પંપનું કહેવું છે કે, તે નક્કી સુરક્ષા માપદંડોનું પાલન કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -