Jioની ફ્રી ઓફરને કારણે આવક 11.7% ઘટીઃ જેફરીઝ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ જિઓને કારણે આવકમાં વધુમાં વધુ ઘટાડો મહાનગરો અને એ સર્કલ્સમાં જોવા મળ્યો છે. જ્યાં રિલાયન્સ જિઓની ઉપસ્થિતિ વધારે છે અને જ્યાં સ્માર્ટફોનનું વાતાવરણ વધારે વિકસિત થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ગ્રાહક બેસમાં વધારો અને 2016-17ના ચોથા ક્વાર્ટર સુધી ફ્રી ઓફરને કારણે ઉદ્યોગની આવકમાં 11.7 ટકાનો વાર્ષિક (8.5 ટકા ક્વાર્ટરલી ધોરણે) ઘટાડો નોંધાયો છે. જેફરીઝના એક અહેવાલમાં બુધવારે આ વાતનો ખુલાસો થયો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જિઓએ 2016-17ના ચોથા ક્વાર્ટરના અંત સુધી પોતાના ઉપભોક્તાઓના આધારમાં 10.8 કરોડથી વધારે નોંધાયા છે અને તેના સક્રિય ગ્રાહકની સંખ્યા આઠ કરોડ છે.
ભારતમાં કુલ 4જી સ્માર્ટફોનનો આધાર 131 કરોડ છે, જેમાંથી જિઓએ 86 ટકા ઉપકરણઓમાં પોતાની પહોંચ બનાવી છે. આ સક્રિય યૂઝર્સના 61 ટકા આસપાસ થવા જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -