આ લોકો હવે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરાવી શકશે, જાણો RBIએ કોને આપી મંજૂરી
આ રાહતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેટલાંય જિલ્લાઓમાંથી અહેવાલ મળી રહ્યાં હતા કે ખેડૂતોને નાણાં આપવા માટે કૉ-ઑપરેટિવ બેન્કો પાસે પૂરતી રોકડ નથી. ત્યારબાદ સરકારે બેન્કો, પોસ્ટ ઓફિસ, જિલ્લા કેન્દ્રીય કૉ-ઑપરેટિવ બેન્કોને 500-1000 રૂપિયાની જૂની નોટો ત્રીસ દિવસની અંદર આરબીઆઈમાંથી એક્સચેન્જ કરવાની મંજૂરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહકારી બેન્કોની પાસે જૂની નોટો મોટી સંખ્યામાં પડી છે, આવા કિસ્સાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધુ સામે આવ્યા છે. બેન્કોનું કહેવું છે કે ખેડૂતોને તેના લીધે રોકડ આપી શકતા નથી. નોટબંધીના છ મહિના વીતી ગયા છતાં પણ તેમની પાસે જૂની નોટોના બંડલ પડ્યા છે, જેને તેઓ એક્સચેન્જ કરાવી શકયા નથી.
મીડિયા રિપોર્ટસના મતે નાસિકના જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્ક પાસે 340 કરોડ રૂપિયાની કિંમતની જૂની 500 અને 1000 રૂપિયાની નોટો છે. આ અંગે ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બેન્ક (DCCB)ના ચેરપર્સન નરેન્દ્ર દારાડે કહ્યું કે જ્યાં સુધી આ નોટોને નવી નોટોથી બદલાશે નહીં ત્યાં સુધી પેમેન્ટ કરવું મુશ્કેલ હશે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને બંધ કરી દીધી હતી.
નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની પ્રતિબંધિત નોટ સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)માં જમા કરાવી શકે છે. નામાં મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને આ મામલે મંજૂરી આપી છે કે આવતા 30 દિવસ સુધી આરબીઆઈમાં રૂપિયા જમા કરાવી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -