30 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ છે બેસ્ટ ટેરિફ પ્લાન્સ
એરસેલ 28 રૂપિયા પ્લાનઃ 250 એમબી ડેટા પાંચ દિવસ માટે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરસેલ 14 રૂપિયા પ્લાનઃ 100 એમબી ડેટા 2 દિવસ માટે, ફ્રી વોયસ કોલ નહીં મળે.
આઈડિયા 17 રૂપિયા પ્લાનઃ 15 દિવસ માટે 200 એમબી ડેટા, તમામ લોકલ-એસટીડી કોલ 1.2 પૈસા પ્રતિ સેકન્ડ 90 દિવસ માટે.
આઈડિયા 15 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં 100 એમબી ડેટા અને લોકલ-એસટીડી તમામ કોલ દર 1.5 પૈસા થઈ જશે આ પ્લાનની વેલિડીટી 30 દિવસ સુધીની રહેશે.
વોડાફોન 29 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં રાત્રે 1 કલાકથી લઈને સવારે 6 કલાક સુધી એટલે કે પાંચ કલાક સુધી અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં કોઈ એફયૂપી લિમિટે રાખવામાં આવી નથી.
વોડાફોન 19 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં 100 એમબી 4જી ડેટા અને વોડાપોન ટૂ વોડાફોન અનલિમિટેડ વોઈસ કોલ મળશે.
જિઓ 19 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં તમને એક દિવસ સુધી 200 એમબી 4જી ડેટા અને અનલિમિટેડ કોલ મળશે.
એરટેલ 8 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં તમને કોલ દર સસ્તા મળશે. લોકલ-એસટીડી કોલ 30 પૈસા પ્રિત મિનિટ મળશે. વેલિડિટી 56 દિવસની રહેશે.
5 રૂપિયા પ્લાનઃ આ પ્લાનમાં તમને 4 જીબી ડેટા મળશે. આ ઓફર જ્યારે ગ્રાહક પોતાનું સિમ 4જીમાં અપગ્રેડ કરશે ત્યારે જ મળશે. પ્લાનની વેલિડિટી 7 દિવસની રહેશે.
રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ એક વર્ષમાં ડેટા કિંમતમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે દરેક કંપનીઓ સસ્તી કિંમતમાં વધુમાં વધુ ડેટા ઓફર કરીને ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરીરહી છે. હાલમાં જ એરટેલે ટેરિફ પ્લાનની સંપૂર્ણ સિરીઝ ઊતારી છે. એરટેલ 5 રૂપિયાના પ્લાનમાં 4 જીબી સુધીનો ડેટા આપી રહી છે. એરટેલ આ રેસમાં એકલી નથી, લગભગ તમામ ટેલીકોમ કંપનીઓએ આવા સસ્તા પ્લાન ઉતાર્યા છે. આજે અમે તમને આવા જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે 30 રૂપિયાની અંદર તમારા માટે બેસ્ટ ટેરિફ પ્લાન સાબિત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -