PNB કૌભાંડમાં ફસાયો આ ગુજરાતી અબજોપતિ, બોલીવુડ-હોલીવુડ સ્ટાર્સ છે ફેન
મોદીએ વિદેશી ક્લાયન્ટ્સને ટાર્ગેટ કર્યા અને ભારતમાં ડાયમંડ કટિંગ કોસ્ટનો ફાયદો ઉઠાવીને સર્વિસ આપવાનું શરૂ કર્યું. આ રીતે મોદીનું કામ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયું. ફાયરસ્ટાર ડાયમંડનો કારોબાર આજે યુએસ, યુરોપ, મિડલ ઇસ્ટ અને ભારતમાં ફેલાયેલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકરીની શરૂઆતમાં મોદીને દર મહિને 3500 રૂપિયા મળતા હતા. 10 વર્ષ નોકરી કર્યા બાદ મોદીએ 15 લોકો સાથે ફાયરસ્ટાર કંપની બનાવી.
નીરવ મોદી ફાયરસ્ટાર ડાયમંડના સંસ્થાપક છે અને તેમના ગ્રાહકોમાં વિશ્વના મોટા બિઝનેસમેનથી લઇ સેલિબ્રિટી અને રાજ ઘરાનાના લોકો સામેલ છે.
બિઝનેસમાં જોડાતાં પહેલા નીરવ મોદીએ પેન્સિલવેનિયામાં ફાઇનાન્સનો અભ્યાસ કર્યો પરંતુ એક વર્ષ બાદ તેઓ યુનિવર્સિટી છોડીને ભારત આવી ગયા અને બિઝનેસને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો. 1990માં મુંબઈમાં આવીને કાકા સાથે ડાયમંડ કારોબારમાં જોડાઇ ગયા.
મોદીનું ફેમિલી ડાયમંડનો બિઝનેસ કરતું હતું. બાળપણથી જ તે પિતાની સાથે ડાયમંડ કટિંગથી લઈ દરેક પ્રકારના ડિઝાઇનિંગની કળાને ઝીણવટથી સમજતા હતા અને સમય જતાં તેઓ વિશ્વના સૌથી જાણીતા જ્વેલરી ડિઝાઇનર બની ગયા.
નીરવની મોદીની ગણના દેશના જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર એન્ટરપ્રેન્યોરમાં થાય છે. તેઓ એવા પહેલા કારોબારી છે કે જેમનું નામ જ તેમની બ્રાન્ડનેમ બની ગઇ છે.
મુંબઈઃ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં 11,360 કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે પીએનબીએ ગુજરાતી અબજપતિ જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદી અને એક જ્વેલરી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ કરી છે.
બેંકનો આરોપ છે કે નીરવ, તેનો ભાઇ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોક્સીએ બેંકના અધિકારીઓ સાથે મળી કાવતરું રચ્યું અને ફ્રોડ ટ્રાન્ઝેક્શનને અંજામ આપ્યો. ગત સપ્તાહે પણ સીબીઆઇએ નીરવ મોદી સામે તપાસ કરવાની વાત કહી હતી.
તમામ તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -