આ કંપનીએ રજૂ કર્યો ધમાકેદાર પ્લાન, હવે એક વર્ષ સુધી દરરોજ મળશે 1GB ડેટા
આ ઉપરાંત કંપનીએ રિચાર્જ પર 50 ટકા કેશબેકની ઑફર પણ આપી છે. આ ઑફર અંતર્ગત 100 રૂપિયાનું રિચાર્જ કરવવા પર 50 રૂપિયાનું કેશબેક મળશે. મેક્સિમમ કેશબેક 75 રૂપિયા રહેશે. આ ઑફરનો લાભ લેવા માટે ફોન પરથી રિચાર્જ કરાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા કંપનીએ તાજેતરમાં જ યૂઝર્સ માટે KOOL ઑફર રજૂ કરી હતી. આ ઑફર પ્રીપેડ યૂઝર્સ માટે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ ડેઈલી લિમિટ નથી. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગની સર્વિસ પણ મળી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનએલે એક શાનદાર પ્લાન રજૂ કર્યો છે. BSNLના આ પ્લાન અંતર્ગત BSNL યૂઝર્સને એક વર્ષ સુધી દર મહિને એક જીબી ડેટા મળશે. BSNLના આ પ્લાન માટે યૂઝર્સે માત્ર 999 રૂપિયા ખર્ચ કરવા પડશે.
આ ઉપરાંત આ પ્લાનમાં 6 મહિના સુધી અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવી રહી છે. રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકને પ્રથમ 181 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ અને રોજના 100 ફ્રી એસએમએસ મળશે. ત્યારબાદ કૉલિંગ અને SMS માટે ચાર્જ લાગશે અને ઈન્ટરનેટ 1 વર્ષ સુધી ચાલતુ રહેશે.
આ ઉપરાંત તેમાં રોમિંગમાં પણ અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પેકમાં રોજના 100 ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યા છે. 1099 રૂપિયાના આ પ્લાનમાં 3G ડેટા મળશે અને તેની વેલિડિટી 84 દિવસની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -