BS-III બાઈક પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, SC એ લગાવી હતી રોક
સુપ્રીમકોર્ટે બીએસ-3 વાહનોના વેચાણ ઉપર 1 એપ્રિલથી પ્રતિબંધ જાહેર કરતા ગુજરાતમાં રાજકોટ સહિતના શહેરમાં બીએસ-3 વાહનના વેચાણમાં 7થી 17 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કરતા શો-રૂમ પર લાંબી લાઇનો લાગી હતી. રાજકોટ શહેરમાં 2500થી વધુ ટુ વ્હિલરનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ અનુસાર જે બાઇક્સ પર 20 હજાર સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેમાં CBR250R અને CBR150R સામેલ છે. જો કે આ ડિસ્કાઉન્ટ કંપનીઓ નહીં પરંતુ ડીલર્સ આપી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ઓફર 31 માર્ચ અથવા તો સ્ટોક સમાપ્ત થાય ત્યાં સુધી છે.
હીરો મોટોકોર્પ પોતાના જુના મોડલ્સના ટૂ-વ્હીલર્સ પર 12,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. પ્રીમિયમ બાઇક્સ પર આ છૂટ 7,500 અને એન્ટ્રી લેવલ બાઇક્સ પર 5000 રૂપિયા સુધી છે. દેશની બીજી સૌથી મોટી કંપની હોન્ડા તેના બાઇક્સ અને સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 લાખથી વધુ કિંમતની બાઇક્સ પર 15થી 20 હજાર સુધીનું ડિસ્કાન્ટ મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ (બીએસ 3)ના વાહનો પર સુપ્રીમ કોર્ટો દ્વારા 1લી એપ્રિલથી પ્રતિબંધ લગાવ્યા બાદ ગુજરાત સહિત ભારતમાં તમામ ઓટોમોબાઈલ ડીલર્સ 31 માર્ચ સુધીમાં વેચવા માટે ભાગદોડ મચી ગઈ છે. 1લી એપ્રિલથી પ્રતિબંધ હોવાને કારણે 31 માર્ચ સુધીમાં વધુમાં વધુ બીએસ 3ના મોડલ વેચાય જાય તે માટે ડીલર્સ અંદાજે 5 થી લઈને 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ડીલર્સ જૂનો સ્ટોક ખાલવી કરવા માટે લોકોને ભારે ડિસ્કાઉન્ટ આપવા માટે તૈયાર થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -