ખત્મ થશે PPF એક્ટ, જાણો તમારા PPF ખાતા પર શું થશે અસર
પીપીએફ એક્ટ ખત્મ થવા પર તમારા એકાઉન્ટ પર અન્ય કોઈ અસર નહીં પડે. ત્યાં સુધી કે વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર નહીં આવે. સેવિંગ્સ બેંક એકાન્ટ પર મળતા વ્યાજ દર અને આ એકાઉન્ટ્સ પર નક્કી વ્યાજ દરમાં જે તફાવત છે તે જળવાઈ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર પીપીએફ જેવી તમામ યોજનાઓ માટે એક જેવી વ્યવસ્થા ઈચ્છે છે. તેના માટે પીપીએફ સહિત તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ગરવ્રમેન્ટ સેવિંગ્સ બેન્ક્સ એક્ટ, 1873 અંતર્ગત લાવવામાં આવશે. ત્યારે પીપીએફ એક્ટ, 1968માં મળેલ કોર્ટ ડિક્રીથી પ્રોટેક્શન એક્ટ ખત્મ થઈ જશે.
એટલે કે જો કોઈ વિવાદમાં તમારી જમા રકમ જપ્ત કરવાનો કોર્ટ ઓર્ડર આપે તો આ ખાત પર પણ અસર પડશે. ધ્યાન રહે કે આ વર્ષના ફાઈનાન્સ બિલના લાગુ થયા પહેલા રોકાણ કરનારા તમામ ખાતાધારકોને કોર્ટના ઓર્ડરથી પ્રોટેક્શન મળતું રહેશે પરંતુ જો નવું ખાતું ખોલાવવામાં આવશે તો તેની રકમ કોર્ટના આદેશ પર જપ્ત કરી શકાશે.
પીપીએફ એક્ટને ખત્મ કરવાથી સરકાર દ્વારા સંચાલિત 10 મુખ્ય બચત યોજનાઓના ખાતાને પણ બચત ખાતામાં ફેરવી નાંખવામાં આવશે. આ સ્કીમ્સ હવે ગર્વમેન્ટ સેવિંગ્સ બેન્ક્સ એક્ટ, 1873 અંતર્ગત આવશે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ મંથલી ઇનકમ, નેશનલ સેવિંગ્સ રીકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ, સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ, કિસાન વિકાસ પત્ર, પીપીએફ, એનએસસી.
નવી દિલ્હીઃ ફાઈનાન્સ બિલ, 2018ની મોટી જાહેરાતોમાં એક એવું સંશોધન પણ છે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)ના ખાતામાં મોટા ફેરફાર કરવાનું છે. આ વર્ષે બજેટ (ફાઈનાન્સ બિલ)માં 1968ના પબ્લિક પ્રોવિડન્ટ ફંડને હટાવવાની જોગવાઈ છે. સંસોશનદ સંસદના પસાર થયા બાદ જ લાગુ થશે. તેની તમારા પીપીએફ ખાતા પર શું અસર પડશે? વાંચો આગળ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -