અમેરિકન બજારોમાં કડાકાને પગલે સેન્સેક્સ-નિફ્ટીમાં 1.25%ના ગાબડા
ઉલ્લેખનીય છે કે અમેરિકી બજારમાં છેલ્લા એક વર્ષની તેજી માટે જવાબદાર એમેઝોન અને ફેસબુકના શેરોને આ ઘટાડાથી સૌથી વધુ નુકસાન થયુ છે. સોમવારે અમેરિકી બજારમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતા ટ્રેઝરી યિલ્ડ અને આજે સવારે આવેલા જોબના આંકડાઓના કારણે જોવા મળ્યો છે. ગઇકાલના ઘટાડામાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧૦૩૩ પોઇન્ટ એટલે કે ૪.૧પ ટકા તુટી ર૩૮૬૦ના સ્તર પર જોવા મળ્યો હતો. જયારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૧૦૧ પોઇન્ટ એટલે કે ૩.૭પ ટકાના ઘટાડા સાથે રપ૮૧ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જયારે નાસ્ડેક ર૭પ પોઇન્ટ એટલે કે ૩.૯ ટકા ઘટી ૬૭૭૭ પોઇન્ટ પર જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં પણ મોટા ગાબડા જોવા મળ્યા છે. જાપાનનું બજાર ૭૦૦ પોઇન્ટ, હોંગકોંગનું બજાર ૧૩૦૦ પોઇન્ટ તુટયુ છે. અમેરિકી બજારમાં આ ઘટાડાથી મુખ્ય ઇન્ડેકસ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર પ૦૦ જાન્યુઆરીના અંતની ઉચ્ચ સપાટીથી લગભગ ૧૦ ટકા નીચે ઉતરી ગયો છે.
ભારતીય બજારોમાં મિડકેપ અને સ્મોલકેપમાં પણ ચારેબાજુથી વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 1.3 ટકા નીચે જ્યારે નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.2 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.5 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
વૈશ્વિક બજારોમાં કડાકાને પગલે ભારતીય બજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 10400 નીચે ઉતરી ગયો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 550 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને હાલમાં 1.25 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ એશિયામાં સપ્તાહના અંતિમ કારોબારીના એક દિવસ પહેલા ગુરૂવારે ફરી એક વખત અમેરિકન શેરબજારમાં કડાકો બોલી ગયો છે. મુખ્ય ઇન્ડેકસ ડાઉ જોન્સમાં ફરી એક વખત વેચવાલીને કારણે દબાણ આવ્યુ અને તે ૪ ટકા સુધી તુટયો. આ ઘટાડાથી અમેરિકી બજારે પોતાની હાલની ઉચ્ચ સપાટીથી ૧૦ ટકાનુ ધોવાણ થયું છે. ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૦૦૦ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જેની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -