બજેટ 2018 રજૂ કરી જેટલીએ રચ્યો રેકોર્ડ, સામેલ થયા આ લિસ્ટમાં
યશવંત સિંહા, યશવંતરાવ ચવાણ અને સી ડી દેશમુખે 7 વખત બજેટ રજૂ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ રાષ્ટ્રપતિ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યું હતું.
પી ચિદમ્બરમે 9 વખત બજેટ રજૂ કરવાની સિદ્ધી મેળવી છે. જે ગુજરાતી મોરારજી દેસાઇ બાદ સૌથી વધારે વખત બજેટ રજૂ કરવામાં બીજા નંબર પર છે.
ગુજરાતના મોરારજી દેસાઇએ 10 વખત બજેટ રજૂ કર્યું છે. જે એક રેકોર્ડ છે.
જ્યારે મનમોહન સિંહ અને ટીટી ક્રિષ્નામાચારીએ 6 વખત બજેટ રજૂ કર્યા હતા.
2014માં કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારે 10 જુલાઇ 2014ના રોજ અરૂણ જેટલીએ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જે બાદ 28 ફેબ્રુઆરી 2015ના રોજ બીજું, 29 ફેબ્રુઆરી 2016ના રોજ ત્રીજું અને 1 ફેબ્રુઆરી 2017ના રોજ ચોથું બજેટ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ નાણા મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં આજે સવારે 11 કલાકે બજેટ સ્પીચ આપવાની શરૂઆત કરી છે. બજેટ 2018 રજૂ કરવાની સાથે જ નાણામંત્રી અરૂણ જેટલી 5 કે તેથી વધુ વખત બજેટ રજૂ કરનારા લિસ્ટમાં સામેલ થયા છે. આ પહેલા યશવંત સિંહા, પી.ચિદમ્બરમ, મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -