બજેટમાં લાગી શકે છે મોંઘવારીનો ઝાટકો, ખાવા-પીવાથી લઈને આ વસ્તુ થઈ જશે મોંઘી
જો આ વખતના બજેટમાં સર્વિસ ટેક્સમાં વધારો કરવામાં આવશે તો જેટલી દ્વારા કરાયેલો આ ત્રીજો વધારો બનશે. 1 જૂન, 2015માં સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા કરાયો હતો. તમામ સેવાઓ પર 0.5 ટકા સ્વચ્છ ભારત સેસ વસૂલવામાં આવતી હોવાથી 15 નવેમ્બર, 2015થી કુલ કરબોજ 14.5 ટકા થયો છે. ગત બજેટમાં તેમણે તમામ કરપાત્ર સેવાઓ પર 0.5 ટકાની કૃષિ કલ્યાણ સેસ લાદતાં કુલ કર બોજ 15 ટકા થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર જીએસટીના પ્રસ્તાવિત કર સ્લેબ સાથે અનુકૂલન સાધવા સર્વિસ ટેક્સમાં વધારો કરાય તેવી શક્યતા છે. જીએસટી માટે 5,12, 18 અને 28 ટકા એમ ચાર ટેક્સ સ્લેબ નક્કી કરાયા છે. અગાઉના બજેટમાં સર્વિસ ટેક્સ 0.5 ટકા વધારીને 15 ટકા કરનાર નાણાં મંત્રી આગામી બજેટમાં સર્વિસ ટેક્સમાં ઓછામાં ઓછો 0.5 ટકાનો વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે.
કેટલાંકના મતે પ્રાથમિક સેવાઓ પર સર્વિસ ટેક્સ 12 ટકા જ્યારે બાકીની સેવાઓ પરનો ટેક્સ 18 ટકા રખાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ ઉપરાંત જીએસટીના દરની નજીકનો સર્વિસ ટેક્સ લાગુ કરવાથી જ્યારે જીએસટી અમલી બને ત્યારે ગ્રાહકોને ઊંચા કરનો આઘાત નહીં લાગે.
નવી દિલ્હીઃ નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને લાગુ કરવાની તૈયારીની વચ્ચે નાણાંપ્રધાન અરૂણ જેટલી નાણાંકીય વર્ષ 2017-18ના બજેટમાં સર્વિસ ટેક્સના રેટ વધારીને 16-18 ટકાની વચ્ચે કરવાનો પ્રસ્તાવ કરી શકે છે. હાલમાં 15 ટકાના દરે સર્વિસ ટેક્સ લાગે છે.
સર્વિસ ટેક્સમાં વધારાથી હવાઈ મુસાફરી, રેસ્ટોરામાં જમવાનું, ફોનના બિલ્સ તથા અન્ય અનેક સેવાઓ મોંઘી થશે. તમામ કેન્દ્રીય અને એક્સાઈઝ ડ્યૂટી તથા વેટ જેવા રાજ્યો દ્વારા ઉઘરાવાતા કરને આવરી લેતાં જીએસટીનો અમલ 1 જુલાઈથી અમલી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -