'હલવા સેરેમની' સાથે જ શરૂ થઈ બજેટ 2017 પ્રક્રિયા, નજરબંધ થયા 100 અઘિકારીઓ
તેના પછી બજેટ પ્રિન્ટ કરવાનું શરૂ થાય છે. હલવો એક મોટી કડાઇમાં બનાવવામાં આવે છે. નાણાં મંત્રાલયના સ્ટાફ વચ્ચે જ આ હલવો વહેંચવામાં આવે છે. આ વિધિને બજેટ પ્રક્રિયાની ગુપ્તતા જાળવી રાખવાની એક રીત તરીકે પણ જોવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિધિ પછી બજેટના ભાષણ સુધી નાણાં મંત્રાલયના 100થી વધુ અધિકારીઓ મિનિસ્ટ્રીના પ્રિન્ટિંગ પ્રેસમાં જ રહેશે. નાણા પ્રધાનનું ભાષણ પૂરુ થાય ત્યાં સુધી ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો સ્ટાફ અને અધિકારીઓને તેમના પરિવારો સાથે મળવાની કે વાતચીત કરવાની મંજૂરી નથી હોતી.
આ ઉપરાંત, સ્ટાફ ઇમેલ, ફોન અને કોમ્યુનિકેશનના અન્ય સાધનો કે રીતનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર કેટલાક સીનિયર અધિકારીઓને જ ઘેર જવાની પરવાનગી મળે છે.
ભારતીય પરંપરામાં કોઇ શુભ કાર્યની શરૂઆત મીઠાશથી થાય છે. આ જૂની પરંપરા છે જે બજેટના કાગળોનું પ્રિન્ટિંગ શરૂ કરવા માટે ચાલતી આવી છે. હલવા વિધિ બજેટ સંબંધિત પ્રક્રિયાનું આખરી પરંતુ મહત્ત્વનું પગલું છે.
નવી દિલ્હીઃ બજેટ 2017-18ના દસ્તાવેજોના પ્રિન્ટિંગની પ્રક્રિયા ગુરુવારે હલવા સેરેમની સાથે શરૂ થઈ ગઈ. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ સેરેમનીમાં નાણાં મંત્રાલયના અધિકારીઓને હલવો ખવડાવીને બજેટની પ્રક્રિયાની શરૂઆત કરાવી. આ અવસર પર મંત્રાલયના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી હાજર હતા. જેટલી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થશે ત્યાં સુધી 100થી વધારે અધિકારીઓ પ્રિન્ટિંગ પ્રેસની અંદર જ રહેશે. મોદી સરકારનું આ ત્રીજું સંપૂર્ણ બજેટ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -