ખેડૂતોની જેમ વેપારીઓની લોન પણ માફ કરો, જાણો કોણે કરી આ માગ
કૈટએ એક જાહેરાતમાં કહ્યું કે, દેશના સાત કરોડ વેપારીઓમાંથી જેમણે લોન લીધી છે તેની લોન પણ માફ કરવામાં આવે અને ટેક્સમાં છૂટ આપવામાં આવે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, લોન માફી રાજનૈતિક પાર્ટીઓ માટે મતનો કારોબાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, બંધારણમાં કોઈપણ સરકારને એ અધિકારી આપવામાં નથી આવ્યો કે તે પોતાની રીતે દેશના ખજાનામાંથી આ રીતે લોન માફ કરી બેંકો પર તેનો ભાર નાખે અને બેન્કિંગ સિસ્ટમ વિખેરી નાખે. તેમણે કહ્યું કે, તેનાથી બેંકોની એનપીએ વધશે અને દેશમાં આર્થિક વિષમતા ઉભી થશે.
કૈટે આ મુદ્દાને લઈને એક મોટું રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. કૈટે તેના માટે 12-13 જાન્યુઆરી 2019ના રોજ ભોપાલમાં પોતાની રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી છે, જેમાં દેશના તમામ રાજ્યોના વેપારીઓને નેતા ભાગ લેશે.
નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ સોમવારે કહ્યું કે, ઉદ્યોગ અને ખેડૂતોની જેમ વેપારીઓની લોન પણ માફ કરવામાં આવે. કૈટએ કહ્યું કે, પહેલા કોર્પોરેટ સેક્ટર અને મોટા ઉદ્યોગની લોન માફ કરવામાં આવી છે અને હવે ખેડૂતોની લોન માફીની ભેટ મળી રહી છે જે દેશની અર્થવ્યવસ્થાને એક મોટો ઝાટકો અને દેશના કરોડો કરદાતાઓ સાથે વિશ્વાસઘાત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -